જૂનાગઢ:છેલ્લા બે વર્ષથી તૈયાર થયેલ સબસ્ટેશન શોભાનો ગાંઠિયો

ચોરવાડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચોરવાડમાં લાઇટના ધાંધિયા, લોકો ગરમીથી પરેશાન

પંથકની વાત કરીએ તો અહીં ભર ઉનાળે લોકોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે. કારણ કે લાઇટ વારે વારે જતી રહેવાને કારણે લોકોને પરેશાનીનો ભોગ બનવો પડે છે. જોકે અહીંયા 66 કેવી સબસ્ટેશન અંદાજે બે વર્ષ પહેલા તૈયાર થઇ ગયું છે. પરંતુ લાઇન આપવાની બાકી  હોય જેના કારણે જયોતિગ્રામ યોજનાનો લોકોને લાભ મળી શકતો નથી. આ અંગે કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતાં તેઓએ મેઘલમાં પાણી સુકાવા બાદ લાઇન ખેંચવાની કામગીરી શરૂ થશે તેમ જણાવ્યું હતું. પરંતુ હાલ પાણી સુકાઇ ગયા બાદ પણ કામગીરી શરૂ કરાઇ નથી. હવે જયારે ચોમાસુ માથે છે. ત્યારે કામ શરૂ નહીં થાય તો રાહ જોવાનો વારો આવશે.

અન્ય સમાચારો પણ છે...