જૂનાગઢ જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાઇ રહી છે. 14 માર્ચથી શરૂ થયેલી પરીક્ષામાં ત્રીજા દિવસે 16 માર્ચે પણ પેપરો સહેલા નિકળ્યા હોવાનું નિષ્ણાંત શિક્ષકોએ જણાવ્યું હતું. 16 માર્ચે ધોરણ 10માં ગણિત અને ધોરણ 12માં આંકડાશાસ્ત્ર અને કેમેસ્ટ્રીનું પેપર લેવાયું હતું. દરમિયાન શહેરની નંદનવન હાઇસ્કૂલના સંચાલક અને ધોરણ 10 ના ગણિત વિષયના નિષ્ણાંત શિક્ષક ધર્મેશભાઇ જાનીએ જણાવ્યું હતું કે, સહેલું અને ટેક્સબુક આધારિત પેપર હતું. ખાસ કરીને વિદ્યાર્થીઓ ચોરી ન કરી શકે તેમજ ગોખણપટ્ટીયું જ્ઞાન ન બની રહે તે માટે આંકડા ફેરવીને પેપર રજૂ કરાયું હતું.
પાયથાગોરસનો પ્રતિયાક પ્રમય હતો જે ટેક્સબુકમાં એબીસી હતો જે એક્સવાયઝેડ તરીકે મૂકાયો છે. 13મો પ્રશ્ન ફેરવીને પૂછાયો હોય થોડી મુશ્કેલી પડી હતી. એકંદરે મોટાભાગના છાત્રો 80 માર્કસ મેળવી શકશે. જ્યારે સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક અને ધોરણ 12 ના કેમેસ્ટ્રીના નિષ્ણાંત શિક્ષક કે.ટી ગૌતમીએ જણાવ્યું હતું કે, પેપર મિડીયમ હતું. જે વિદ્યાર્થીએ ટેક્સબુકમાં ધ્યાન આપ્યું હશે તેને કોઇ મુશ્કેલી નહિ પડે અને સારા માર્કસ મેળવી શકશે. જ્યારે આલ્ફા સ્કૂલના કોમર્સ ડિપાર્ટમેન્ટના હેડ અને આંકડાશાસ્ત્રના શિક્ષક ભાવેશભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે,સરળ પેપર હતું.
જોકે,13 વિભાગ બીના 1 થી 2થિયરીના પ્રશ્ને છાત્રોને મુંઝવ્યા હતા. ટેક્સબુક આધારિત પેપર હોય ટેક્સબુકને મહત્વ આપનારને 100 ટકા સરળ લાગ્યું હોય મોટાભાગના છાત્રો 90થી વધુ માર્કસ મેળવે તેવી સંભાવના છે. આ ઉપરાંત એફ વિભાગ નબળા વિદ્યાર્થીઓને પાસ થવા માટે મદદગાર સાબિત થશે. કારણ કે એફ વિભાગમાં સાવ સહેલા પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ આસાનીથી જવાબ આપ્યા હતા જેના કારણે નાપાસ થનારાની સંખ્યા ઘટી જશે.
હાજર, ગેરહાજર, કોપી કેસની વિગત
ધોરણ 10માં ગણિતમાં 1,904માંથી 20 ગેરહાજર અને 1844 હાજર રહ્યા હતા. જ્યારે ધોરણ 12માં ઇતિહાસમાં 247માંથી 5 ગેરહાજર અને242 હાજર રહ્યા હતા. જયારે ધોરણ 12માં કેમેસ્ટ્રી અને આંકડાશાસ્ત્રમાં 9031 માંથી 140 ગેરહાજર રહ્યા હતા અને 8,891 હાજર રહ્યા હતા. જ્યારે જૂનાગઢમાં ધોરણ 12માં આંકડાશાસ્ત્રના વિષયમાં 2 રિપીટર વિદ્યાર્થીને બ્લોક સુપરવાઇઝરે કોપી કરતા ઝડપી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.