મુશ્કેલી:2021 સુધીના અન અધિકૃત બાંધકામોમાં ઇમ્પેક્ટ ફિ લઇ બીયુ સર્ટિ આપવા રજૂઆત

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધારાનું બાંધકામ થયું હોય બીયુ સર્ટિ મળતું નથી
  • હાલ અનેક દવાખાના, બેન્કોને સિલ મારી દેતા ગ્રાહકોની મુશ્કેલી વધી

વર્ષ 2021 સુધીના અનઅધિકૃત બાંધકામોની ઇમ્પેક્ટ ફિ લઇ તેને રેગ્યુલર કરી બીયુ સર્ટિ આપવા માંગ કરાઇ છે. આ અંગે જૂનાગઢ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને એડવોકેટર પી.ડી. ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, શહેરના કોમર્શિયલ બિલ્ડીંગોમાં બીયુ સર્ટિ માંગવામાં આવે છે. જો બીયુ સર્ટિ ન હોય તો બિલ્ડીંગોને સિલ મારી દેવામાં આવે છે.

આમાં ખાસ કરીને દવાખાના તેમજ બેન્કો હોય છે જેના કારણે દર્દીઓ અને સામાન્ય ગ્રાહકોને હેરાનગતિ થાય છે. બહુમાળી બિલ્ડીંગોમાં કાયદેસરનું બાંધકામ અને ફાયર સેફ્ટી હોવી જોઇએ. પરંતુ કેટલાક કિસ્સામાં એવું બને છે કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા બીયુ સર્ટિ વગર બિલ્ડીંગોનો ઉપયોગ શરૂ કરી દેવાયો હોય છે. ક્યારે વધારાનું બાંધકામ થતા બીયુ સર્ટિ મળ્યું ન હોય. અગાઉ ઇમ્પેક્ટ ફિ લઇ આવા બાંધકામોને રેગ્યુલર કરી આપવામાં આવ્યા હતા.

તેમ છત્તાં હજુ પણ અનેક બાંધકામો બિનઅધિકૃત અને બીયુ સર્ટિ વિનાના રહી ગયા છે. ત્યારે સરકારે ઇમ્પેેક્ટ ફિનો કાયદો લંબાવી 2021 સુધીના અનઅધિકૃત બાંધકામોની ઇમ્પેક્ટ ફિ લઇ તેને બીયુ સર્ટિ આપી દેવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...