માંગ:એસટી કર્મીઓ પર થતાં હુમલા મામલે સીએમ, ડીજીપીને કરાઇ રજૂઆત

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલામત સવારી ગણાતી એસટીમાં ખુદ કર્મચારીઓ જ સલામત નથી!!
  • જવાબદારો સામે પગલાંની એસટી કર્મચારી મંડળની માંગ

એસટી કર્મચારીઓ સાથે ગેરવર્તન તેમજ હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આ મામલે જવાબદારો સામે કડક પગલાંની માંગ કરાઇ છે. આ અંગે એસટી કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગના મહામંત્રી દિલીપભાઇ રવિયા મેદાને પડ્યા છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી અને ડીજીપીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, મુસાફરો માટે સલામત સવારી ગણાતી એસટીમાં ફરજ બજાવતા કર્મચારીઓની જ સલામતી રહી નથી. કેટલાક માથાભારે મુસાફરો એસટીના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરે છે, જ્યારે કેટલાક કિસ્સામાં તો કર્મચારીઓ પર હિચકારા હુમલા પણ કરાઇ છે.

આવા કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે. ત્યારે એસટી કર્મચારી મહામંડળ યુનિયનની માંગ છે કે, આવી ઘટના ફરી બનાવ ન પામે તે માટે પગલાં લેવાય તેમજ હુમલાના બનાવોમાં જવાબદારો સામે કડક પગલાં લેવાય. આમ, એસટી કર્મચારીઓને ન્યાય અપાવવા એસટી કર્મચારી મંડળ યુનિયન મેદાનમાં ઉતર્યું છે.

અન્ય સમાચારો પણ છે...