વિવાદિત નિવેદન:પ્રદેશ ભાજપ અધ્યક્ષ સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખની બી ડિવીઝનમાં રજૂઆત

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસનાં આગેવાનો - Divya Bhaskar
કોંગ્રેસનાં આગેવાનો
  • કૃષ્ણ અને સુભદ્રાના ભાઇ, બહેનના પવિત્ર સબંધને લાંછન લગાડતું નિવેદન આપ્યું 'તુ

ભગવાન શ્રીકૃષ્ણ અને બહેન સુભદ્રાના સબંધ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સામે ફોજદારી ગુનો દાખલ કરવા રજૂઆત કરાઇ છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલે બી ડિવીઝન પોલીસને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, પોરબંદરના માધવપુર ખાતે મેળાનું આયોજન કરાયું છે.

આ મેળામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ભગવાન શ્રીકૃષ્ણ અને બહેન સુભદ્રાના સંબંધ અંગે અભદ્ર ટિપ્પણી કરી ભાઇ બહેનના પવિત્ર સબંધને લાંછન લગાડ્યું છે. આ અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે ફોજદારી ગુનો દાખલ કરવા બી ડિવીઝનમાં લેખીત રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...