રજૂઆત:શાળા કોલેજોમાં લેવાતી ફિ માફ કરવા રજૂઆત

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની શાળા કોલેજોમાં લેવાતી ફિ માફ કરવા અંગે છાત્ર યુવા સંઘર્ષ સમિતી દ્વારા રજૂઆત કરાઇ છે. જૂનાગઢ જિલ્લા કલેકટરને સંબોધીને અપાયેલા આવેદનમાં સંસ્થાના પ્રમુખ દિલીપભાઇ પરમારે જણાવ્યું છે કે, એકતરફ કોરોના મહામારીના કારણે ધંધા રોજગાર બંધ હોવાથી વાલીઓ પાસે ફી ભરવાના પૈસા પણ રહ્યા ન હોય, ફિ ભરવા સક્ષમ નથી. બીજી તરફ કેટલીક શાળા, કોલેજો દ્વારા ફિ ભરવા દબાણ કરવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઇ ફિ માફ કરવાની માંગ છે. જ્યારે સરકાર દ્વારા ઇબીસી (ઇકોનોમીકલી બેકવર્ડ કલાસ)ના છાત્રોને 2018-19 અને 2019-20માં શિષ્યવૃત્તિ અપાઇ હતી. હાલ સરકાર આ શિષ્યવૃત્તિ પરત માંગી રહી છે. ત્યારે સરકાર આ રીતે છાત્રો સાથે અન્યાય કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...