તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૈક્ષણિક કાર્ય શરૂ:15 જુલાઇથી ધો.12ની સ્કુલોમાં અભ્યાસ શરૂ, 108 દિવસ બાદ ધોરણ 12ની સ્કુલો ફરી શરૂ થશે

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જૂનાગઢ જિલ્લામાં 235 સ્કુલના 15,023 છાત્રો

કોરોનાની સ્થિતી થોડી થાળે પડતા જૂનાગઢ જિલ્લામાં 15 જૂલાઇથી ધોરણ 12ની સ્કૂલો શરૂ કરવામાં આવશે. ગુરૂવારથી સ્કૂલ શરૂ કરવાની હોય તેની તૈયારીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ અંગે જિલ્લા શિક્ષાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 15 જૂલાઇથી ધોરણ 12ની સ્કૂલો ફરી શરૂ કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં ધોરણ 12ની 235 સ્કૂલો છે જેમાં 15,023 વિદ્યાર્થીઓ નોંધાયા છે. 15 જૂલાઇથી શૈક્ષણિક કાર્ય શરૂ થવાનું હોય તેને લઇને તમામ તૈયારીને આખરી ઓપ અપાઇ ગયો છે. ખાસ કરીનેે કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવાની તમામ શાળાને સૂચના અપાઇ ગઇ છે.

અગાઉ કોરોના મહામારીના કારણે 19 માર્ચ 2021થી ધોરણ 12ની સ્કૂલો બંધ કરવાનો સરકારે આદેશ કર્યો હતો. હવે કોરોનાની સ્થિતી મહંદઅંશે થાળે પડી હોય 15 જૂલાઇથી ફરી ધોરણ 12નું શૈક્ષણિક કાર્ય ધમધમતું થશે. ત્યારે માર્ચના 13 દિવસ, એપ્રિલના 30 દિવસ, મે ના 31 દિવસ, જૂનના 30 દિવસ અને 15 જૂલાઇએ શાળા ખુલતી હોય જૂલાઇના 14 દિવસ ગણતા 108 દિવસ બાદ ફરી ધોરણ 12ની શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે.

11 જાન્યુ.થી ધો.12નું શિક્ષણ શરૂ કરાયું હતું
કોરોનાની પહેલી લહેરના કારણે શૈક્ષણિક કાર્ય બંધ કરાયું હતું. પરંતુ કોરોના મહામારીની અસર ઓછી થતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 11 જાન્યુઆરી 2021થી ધોરણ 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા જાહેરાત કરી હતી. પરિણામે 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું. જોકે, કોરોનાની બીજી લહેર આવતા 19 માર્ચ 2021થી ફરી શૈક્ષણિક કાર્ય બંધ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...