જૂનાગઢની શાળાના બાળકોએ કોરોના રસીકરણની કામગીરી બદલ પીએમને પત્ર પાઠવી આભાર માન્યો છે. આ અંગે ભાજપ મિડીયા સેલના સંજયભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગર શિક્ષણ સેલ દ્વારા શહેરની સોરઠ પબ્લીક સ્કૂલ, સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ અન્ય સ્કૂલોમાં કોવિડ રસીકરણ જાગૃત્તિ કેમ્પ યોજાયો હતો.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચનાથી અને શહેર પ્રમુખ પુનિતભાઇ શર્માના માર્ગદર્શનમાં યોજાયેલ કોરના જાગૃત્તિ કેમ્પમાં સ્કૂલોના બાળકોએ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર માન્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ સેલના કન્વિનર કે.ટી.ગૌતમી અને હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.