સરકારી ચોપડે 8301 બેરોજગાર:સરકારી નોકરી માટે રાત-દિવસ મહેનત કરતા છાત્રો પણ ખાનગીમાં જવા મજબૂર

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લાનાં વિદ્યાર્થીઓ વિનીમય કચેરીમાં રોજગારી માટે નોંધણી કરાવે છે ને ભરતી આવતાં જ તેમને જાણ કરાય છે

છેલ્લા કેટલાક સમયથી શિક્ષીત બેરોજગારોની સંખ્યામાં વધારો થતો જાય છે. જો કે, અનેક છાત્રો આજે ખાનગી ક્ષેત્રમાં પણ રોજગારી મેળવી રહ્યાં છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો રોજગાર કચેરીમાં 8301 શિક્ષીત બેરોજગારો નોંધાયેલા છે. શિક્ષણના વ્યાપમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેમની સામે સરકારી ભરતીમાં સંખ્યામાં ઘટાડો થતો જાય છે અને યથાગ મહેનત બાદ પણ અનેક છાત્રોનું સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન અધુરુ રહી જાય છે.

નાછૂટકે ખાનગીક્ષેત્રમાં નોકરી કરી રોજગારી મેળવવાની ફરજ પડે છે. ત્યારે જ જૂનાગઢ જિલ્લામાં રોજગાર કચેરીમાં નવેમ્બર-2022ની સ્થિતી મુજબ નોંધાયેલા શિક્ષીત બેરોજગારોની સંખ્યાની વાત કરીએ તો 8301ની નોંધણી થઈ છે. હાલ નોંધણી પ્રક્રિયા ઓનલાઈન હોવાનું જાણવા મળે છે.

બિલ્ડીંગ જર્જરિત બન્યું છતાં તંત્ર ઉંઘી રહ્યું છે | અહીં દરરોજ 20થી વધુ ઉમેદવારો કામ અર્થે અવરજવર કરી રહ્યાં છે
આ કચેરી વર્ષો જૂની છે. હાલ જર્જરિત હાલતમાં નજરે પડી રહી છે. અહીંયા દરરોજ 20 જેટલા ઉમેદવારો કામગીરી અર્થે આવતા હોય છે. ત્યારે એવો ઘાટ સર્જાય છે કે, અહીં રોજગારી નોંધણી કરાવવા આવવું પણ જોખમી સાબીત થઈ શકે એમ છે. નવિનિકરણ કરવાના બદલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બોર્ડ લગાવ્યું છે જેમાં લખ્યું છે કે, ઈમારતથી દૂર રહેવું !} તસ્વીર. જગદીશ બારડ

1325 છાત્રોને રોજગારી અપાવી
કચેરીની વાત કરીએ તો આ કચેરી દ્વારા 28 ખાનગી ભરતી મેળા યોજી 1325 છાત્રોને ખાનગીક્ષેત્રમાં રોજગારી અપાવવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત જ્યારે ખાનગી સંસ્થાઓમાં જ્યારે જગ્યા ખાલી હોય ત્યારે આ કચેરી દ્વારા ઉમેદવારોને જાણ પણ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...