જૂનાગઢમાં ખડીયા નજીક આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા M.SC સેમ-3નું પરીણામ જાહેર કરાયું. જેમાં Chemestry વિષયના વિદ્યાર્થીઓને અન્યાય થયાં હોવાનું સામે આવતા ABVP દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. રિઝલ્ટમાં ક્ષતીઓ રહેવાના કારણે વિદ્યાર્થીનું આગામી શિક્ષણના કાર્યમાં અડચણ થાય.
ભૂતકાળમાં પણ DMLT કોર્ષના વિધાર્થીઓના પરિણામમાં પણ છબરડાઓ થયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસમાં અસર જોવા મળે. આવું વારંમવાર નરસિંહ યુનિ.ના પરિમાણમાં જોવા મળે છે. જો આગામી સાત દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહી આવે તો ABVP જૂનાગઢ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અલ્ટીમેટમ રજૂ કરતુ આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી. એબીવીપી જૂનાગઢ જિલ્લાના તેમજ યુનિવર્સિટીના કાર્યકર્તા સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.