શિક્ષણ:કોરોના મહામારીમાં છાત્રોની મહેનત ફળી, સ્કોલરશિપ પરીક્ષામાં 86.20 ટકા પરિણામ

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભેંસાણની ચણાકા પ્લોટ પે સેન્ટર શાળાએ ઇતિહાસ રચી દીધો
  • જૂનાગઢ જિલ્લામાં મેરીટમાં માત્ર 3.12 છાત્રો આવ્યાં : શાળાનાં 29 માંથી 25 મેરીટમાં આવ્યાં

જૂનાગઢ જિલ્લામાં એનએમએમએસમાં ભેંસાણની ચણાકા પ્લોટ પે સેન્ટર શાળાએ ઇતિહાસ રચી દીધો છે.એનએમએમએસની 29 છાત્રોએ પરીક્ષા આપી હતી, તે પૈકી 25 છાત્રો મેરીટમાં આવ્યાં છે. કોરોનામાં શાળા બંધ રહેતા છાત્રોએ સ્કલોરશિપ પરીક્ષાની તૈયારી કરવાનો પુરતો સમય મળી ગયો હતો,જેનું પરિણામ આવ્યું હતું. સામાન્યરીતે સ્કલોરશિપ માટે લેવાતી પરીક્ષા અતી કઠિન હોય છે. ધોરણ 8નાં છાત્રો આ પરીક્ષા આપતા હોય છે.

આ પરીક્ષામાં મેરીટમાં આવનાર છાત્રોને સરકાર દ્વારા 4 વર્ષ સુધી રૂપિયા 12,000ની સ્કલોરશિપ આપવામાં આવે છે. પરંતુ મેરીટમાં આવવું અતી મુશ્કેલ હોય છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 4034 છાત્રોએ પરીક્ષા આપી હતી,જે પૈકી માત્ર 126 છાત્રો મેરીટમાં આવ્યાં હતાં. મેરીટમાં આવનારની ટકાવારી માત્ર 3.12 ટકા છે. તેની સામે ભેંસાણની ચણાકા પ્લોટ પે સેન્ટર શાળાનું પરિણામ ઐતિહાસિક આવ્યું છે. શાળાનાં કુલ 29 છાત્રોએ પરીક્ષા આપી હતી,તે પૈકી 25 છાત્રો મેરીટમાં આવ્યાં છે. આ શાળાનું 86.20 ટકા પરિણામ આવ્યું છે.

આ અંગે ભરતભાઇ પોકિયાએ કહ્યું હતું કે, શાળાનાં આચાર્ય નિમીષાબેન તન્નાનાં માર્ગદર્શનમાં તૈયારી કરવામાં આવી હતી. કોરોનાનાં કારણે શાળાઓ બંધ હતી. જેના કારણે છાત્રોને તૈયારી કરવાનો પુરતો સમય મળી ગયો હતો. સામાન્ય રીતે પહેલા અભ્યાસ સાથે તૈયારી કરતા હોય છે. ચાલુ વર્ષે એનએમએમએસની પરીક્ષામાં વધુ મહેનત કરી હતી. તેમજ ચેતનભાઇ માથુકિયા અને અમે બાળકોને ઘરે જઇ અભ્યાસ કરાવતા હતાં. જરૂરી વિડીયો બનાવી મોકલતા હતાં. આસ્થા અને મહેનતનું ફળ મળ્યું છે. છાત્રોમાં પણ ઉત્સાહ હતો.

અન્ય સમાચારો પણ છે...