તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘર વાપસી:ફિલીપાઇન્સમાંથી છાત્રોને ભારત આવવા તુરત વિઝા કઢાવી આપ્યા, વિદ્યાર્થીઓ હેમખેમ ઘરે પહોંચતા પરીવારજનોમાં આનંદ

જૂનાગઢ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોક ડાઉનમાં વિદેશ ફસાયેલા છાત્રોની વ્હારે ભારત સરકાર

લોક ડાઉનના કારણે વિેદેશમાં ફસાયેલા ભારતીય છાત્રો, વેપારી તેમજ અન્ય લોકોની વ્હારે ભારત સરકાર આવી છે. આ અંગે યોગીભાઇ પઢિયાર નામના વાલીએ જણાવ્યું હતું કે, ફિલીપાઇન્સમાં ગુજરાતના 2000 સહિત 10 હજારથી વધુ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના 34 છાત્રો વિઝા ન હોવાના કારણે આવી શક્યા નથી
દરમિયાન એમબીબીએસનો  અભ્યાસ કરતા મારા પુત્ર મિલાપસિંહ પઢિયાર સહિત અનેક છાત્રો લોક ડાઉનના કારણે ફિલીપાઇન્સમાં ફસાયા હતા. આવા ભારતીયોને સ્વદેશ લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્દે ભારત મિશન વિમાની સેવા શરૂ કરી છે. વિઝા રિન્યુ ન થતા તેઓ આવી ન શકે તેવી સ્થિતી હતી. ફિલીપાઇન્સથી મહારાષ્ટ્રની ફલાઇટ ઉપડી ગઇ છે જેમાં મહારાષ્ટ્રના 34 છાત્રો વિઝા ન હોવાના કારણે આવી શક્યા નથી. હવે  અમદાવાદની ફલાઇટ ઉપડવાની છે. જો વિઝા રિન્યુ થઇ જાય તો છાત્રો અમદાવાદ આવી શકે અને પછી તેને મહારાષ્ટ્રની ફલાઇટમાં રવાના કરી શકાય. ત્યારે આ બાબતે ભારત સરકારમાં રજૂઆત કરતા તેમના પ્રતિનીધીએ ફિલીપાઇન્સ સરકારને રજૂઆત કરતા તુરત વિઝા કાઢી આપવામાં આવ્યા હતા. જેના કારણે મહારાષ્ટ્રના 34 અને ગુજરાતના વિદ્યાર્થીઓ ભારત આવી શક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો