તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિયર્સની કરૂણતા:મેડીકલ કોલેજનાં 173 ઇન્ટર્ન તબીબોની હડતાળ, નોકરી પર ન લેવા ડીનનો આદેશ

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની બીજી લહેરમાં 4 મહિનાના 20,000 વધારાના આપવાની લાલચ આપી હતી, 11,000 આપ્યા,બાકીના 9,000 હજુ સુધી ન ચુકવ્યા
  • સરકારે જાહેરાત કરી કામ કરાવી લીધું પછી વળતરના પૂરતા નાણાં ન આપ્યા

જૂનાગઢ જીએમઇઆરએસ મેડીકલ કોલેજના 173 ઇન્ટર તબીબો હડતાળ પર ઉતરી ગયા છે. તબીબોની હડતાળથી લોકોને મળતી આરોગ્ય સેવા પ્રભાવિત થવાની સંભાવના જણાઇ રહી છે. હડતાળનો ગુરૂવારે પ્રથમ દિવસ હતો. જ્યારે જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ જારી રાખવાની ચિમકી ઉચ્ચારાઇ છે. આ અંગે શરદ નંદાસણાએ જણાવ્યું હતું કે, અમે મેડીકલ કોલેજમાં ઇન્ટરશીપ કરતા તબીબો છીએ. એમબીબીએસના 4.5 વર્ષ પૂર્ણ થયા છે, 1 વર્ષ બાકી છેે.

હાલ અમે જીએમઇઆરએસ મેડીકલ કોલેજમાં ઇન્ટર તબીબો તરીકે સેવા આપનાર 173 તબીબો છીએ. કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારે દર મહિને એકસ્ટ્રા 5,000 આપવાની જાહેરાત કરી હતી. આ રકમ કોરોનાના સમયના 4 મહિના સુધી આપવાની થતી હતી પરિણામે દરેકને 20,000 રૂપિયા આપવાના હતા. જોકે, અનેક રજૂઆત બાદ સરકારે માત્ર 11,000 રૂપિયા આપ્યા છે, પરંતુ હજુ બાકી નિકળતા 9,000 આપવામાં આવતા નથી. ત્યારે આ બાકીના 9,000 રૂપિયાને લઇ અમારા 173 ઇન્ટર તબીબો હડતાળ પર ઉતર્યા છે.

કોરોનાના કપરા સમયમાં જીવના જોખમે કામ કરનારને પણ પુરતી રકમ ન મળે તેનાથી વિશેષ કોરોના વોરિયર્સની કરૂણતા બીજી શું કહી શકાય? દરમિયાન રકમ ન મળતા અમે આંદોલન શરૂ કર્યું છે અને અમારા દ્વારા થતી આરોગ્યની તમામ સેવા બંધ કરી છે. જ્યાં સુધી અમારી માંગ સ્વિકારવામાં નહી આવે ત્યાં સુધી આ લડત જારી રાખવામાં આવશે. બીજી તરફ ડીને તમામ વિભાગના વડાને પત્ર લખી કહ્યુ હતુ કે, તમામ ઇન્ટર્નર તબીબોને લેખીતમાં મંજૂરી આપવામાં ન આવે ત્યા સુધી ફરીથી ફરજ પર હાજર લેવાના નથી.

15 દિવસ પહેલા પણ જાણ કરાઇ હતી
આ હડતાળ રાતોરાત કે સિવીલ હોસ્પિટલ તંત્રને અંધારામાં રાખીને નથી પડાઇ. 15 દિવસ પહેલા પણ પગાર મામલે રજૂઆત કરાઇ હતી. પરંતુ તમામ રજૂઆતો બહેરા કાને અથડાતા ના છૂટકે હડતાળનો આશરો લેવો પડ્યો છે.

આ કામગીરી પ્રભાવિત થઇ શકે છે
ઇન્ટર તબીબો મેડસીન, સર્જરી, તાત્કાલીક સારવાર વિભાગ, કોરોના વિભાગ, આઇસીયુ સહિતના હોસ્પિટલના તમામ વિભાગોમાં પોતાની સેવા આપે છે. હવે 173 તબીબો હડતાળ પર ઉતરી જતા આ તમામ વિભાગમાં થતી કામગીરી પ્રભાવિત થઇ શકે છે.

પુસ્તકો વાંચન સાથે અનોખો વિરોધ
દરમિયાન હવે તમમા તબીબોએ નવતર વિરોધ વ્યકત કર્યો છે. આ તબીબો રિડીંગ કોર્નર પાસે બેસી ગયા છે અને વાંચવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને રાષ્ટ્રિય આંદોલનો, મહારાણા પ્રતાપનું જીવન ચરિત્ર જેવા અનેક ઐતિહાસિક પાત્રોના પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન શરૂ કરી અનોખો વિરોધ વ્યકત કરાયો છે.

ડીન મળવાની ના પાડે છે!
શરદ નંદાસણાએ જણાવ્યું હતું કે, આ મામલે મેડીકલ કોલેજના ડીન ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટને મળવાનો પ્રયાસ કરાયો હતો. ચિઠ્ઠી લખી જાણ કરાઇ હતી. ત્યારે તેમના પીએએ એવું જણાવ્યું કે, ડીન મળવા માંગતા નથી. તેઓ મળવાની ના પાડે છેે!

અન્ય સમાચારો પણ છે...