તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાળ:મિટીંગ ન થતા બીજા દિવસે પણ હડતાળ જારી, મેડીકલ કોલેજના 173 ઇન્ટર ડોકટર્સની હડતાળ

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે મિટીંગ યોજાશે પછી નિર્ણય કરાશે

જૂનાગઢની જીએમઇઆરએસ મેડીકલ કોલેજના 173 ઇન્ટર ડોકટર્સોએ પાડેલી હડતાળનો શુક્રવારે બીજો દિવસ હતો. દરમિયાન શનિવારે ડીન સાથે ચર્ચા કર્યા બાદ શું કરવું તે અંગે નિર્ણયલેવાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ કોરોનામાં કરેલી કામગીરીના નક્કી થયેલા વળતર કરતા ઓછી રકમ મળતા કુલ 173 ઇન્ટર ડોકટર્સ ગુરૂવારથી હડતાળ પર ઉતર્યા છે.

દરમિયાન શુક્રવારે ડીન સાથે મિટીંગ કરવાની વાત થઇ હતી પરંતુ કોઇ કારણોસર મિટીંગ ન થઇ શકતા શુક્રવારે બીજા દિવસે પણ હડતાળ જારી રહી હતી. દરમિયાન શુનિવારે ફરી મિટીંગનો પ્રયાસ કરાશે. આ મિટીંગમાં શું થાય છે તેના પર હડતાળ ચાલુ રાખવી કે સમેટી લેવી તે નક્કી કરાશે. દરમિયાન હડતાળને લઇ આરોગ્ય સેવા પણ પ્રભાવિત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...