તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં બેઠક મળી:કલેકટરે કહ્યું, થર્ડ વેવમાં લાપરવાહી દાખવનાર સામે કડક કાર્યવાહી કરાશે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોઇ લેશું, થઇ જશે, પછી કરશું તે નહી ચાલે, નક્કર કામગીરી જોઇએ

જૂનાગઢમાં કોવિડ થર્ડ વેવના આગોતરા આયોજન માટે બેઠક મળી હતી. અા બેઠકમાં જિલ્લા કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન સાથે આઇ.સી.યુ. બેડની સંખ્યા વઘારવાનું આયોજન અને 15 જુલાઇ સુધીમાં તેનો અમલ કરો. મહામારીમાં આરોગ્ય સંબધી તમામ કામગીરી સમયમર્યાદા સાથે કરવાની છે. જોઇ લેશું, થઇ જશે, પછી કરશું આવી બાબતોથી પર રહી નક્કર કામગીરી પર ફોકસ કરવા તેમણે સ્પષ્ટ સુચનાઓ આપી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, જરૂરી સાધનો દવાની આગોતરી ખરીદી કરો. તમે ખૂબ સારૂ કામ કર્યુ છે, દિવસ રાત કામ કર્યું છે. પરંતું થર્ડ વેવમાં મહામૂલી માનવ જીંદગીને બચાવવાની છે, તેમાં લાપરવાહી દાખવનાર સામે કાર્યવાહી થશે. સિવિલ હોસ્પિટલમાં કોરોના પેશન્ટનો ધસારો થાય ત્યારે હેલ્પ ડેક્સમાં રીયલ ટાઇમ મેનેજમેન્ટ સીસ્ટમ જરૂરી છે. કેટલા બેડ ભરાયેલા છે, કેટલા બેડ ખાલી છે ખાલી થયા છે, તે બહાર ફ્લેશ થવું જોઇએ જેમ એરપોર્ટ કે રેલ્વે સ્ટેશન પર સમય દર્શાવે છે, તેમ જેનાથી વેઇટીંગમાં રહેલ દર્દીને સાચી સ્થિતીનો ખ્યાલ આવશે.

કચેરીમાં મુલાકાતીઓને બિનજરૂરી બેસાડી ન રાખવા
જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજે કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન કલેકટરે કર્મચારીઓને સમયપાલન સાથે શાખાને અદ્યતન રાખવા અને સ્વચ્છતા અંગે કાળજી લેવા તેમજ અગાઉથી પરવાનગી લીધા વગર રજા પર નહિ જવા અને કચેરીમાં મુલાકાતીઓને બિનજરૂરી બેસાડી ન રાખવા પણ સ્પષ્ટ સુચનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...