ધાંધિયા:શહેરમાં સ્ટ્રીટ લાઇટનો સમય 7 વાગ્યાનો, શરૂ થાય 9 વાગ્યે !

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટરની રજૂઆત

જૂનાગઢ શહેરમાં તહેવારોના સમયે જ સ્ટ્રીટ લાઇટના ધાંધીયા વધી જતા લોકોની પરેશાનીમાં વધારો થયો છે. ત્યારે આ મામલે ભાજપના કોર્પોરેટરે યોગ્ય કરવા માંગ કરી છે.

આ અંગે વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર હિતેનભાઇ ઉદાણીએ જણાવ્યું છે કે, છેલ્લા 2 માસ કરતા વધુ સમયથી સ્ટ્રીટ લાઇટના ધાંધીયાથી લોકો ત્રસ્ત બની ગયા છે. એમાં પણ શ્રાવણ માસથી તહેવારો શરૂ થયા છે ત્યારે પણ સમયસર લાઇટો શરૂ કરવામાં ન આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટ્રીટ લાઇટનો સમય સાંજના 7 વાગ્યાનો છે, જ્યારે શરૂ થાય છે 7:30, 7:45 કે 8 કે 9 વાગ્યેે! શહેરના દિવાન ચોક, અંબિકા ચોક, માઢ સ્ટ્રીટ, માલીવાડા, માંગનાથ રોડ, પંચહાટડી, હવેલી ગલી, પોલીસ હેડક્વાર્ટર, વણઝારી સહિતના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના ધાંધીયાએ માઝા મૂકી છે.

મોડી સ્ટ્રીટ લાઇટ શરૂ થવાના કારણે રાહદારીઓને અંધારામાં ચાલવું પડે છે તેમજ રસ્તામાં બેસેલા કુતરા, રખડતા ભટકતા પશુ અડફેટે લેતા લોકોને ઇજાગ્રસ્ત બનવું પડે છે. ત્યારે સાંજના 7 વાગ્યે જ લાઇટો શરૂ થાય તેવી કામગીરી કરવા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...