તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સ્ટ્રીટ લાઇટ શાખાના વાહનોનો ખાનગી કોન્ટ્રાકટરો કરે છે ઉપયોગ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ખુદ મેયરની ફરિયાદોનો પણ સત્વરે નિકાલ થતો નથી!!
  • સ્ટ્રીટ લાઇટનું કામ ન કરતી એજન્સીને માત્ર નોટિસ નહી પેનલ્ટી ફટકારો

જૂનાગઢ મહાનગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટના ધાંધીયાએ માઝા મૂકી છે. સામાન્ય લોકો તો ઠીક શહેરના પ્રથમ નાગરીક ગણાતા મેયરની ફરિયાદોનો પણ સત્વરે નિકાલ ન થતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, શહેરના પ્રથમ નાગરીક ગણાતા મેયર પણ સ્ટ્રીટ લાઇટોની ફરિયાદ કરીને થાકી જાય છે. મેયરે કમિશ્નરને, કમિશ્નરે સ્ટ્રીટ લાઇટ શાખાના ઇલેકટ્રીક એન્જીનિયરને અને એન્જીનિયરે એજ્ન્સીના એન્જીનિયરને 3 થી 4 વખત જાણ કરી હતી. તેમ છત્તાં એજન્સીના કર્મીઓ કોઇને ગાંઠતા નથી! બાદમાં મનપાના સ્ટ્રીટ લાઇટ શાખાના કર્મી દ્વારા તપાસ કરાવતા મેયરના વિસ્તારમાં જ એક, બે નહિ પુરી 26 સ્ટ્રીટ લાઇટ બંધ હતી! બાદમાં મનપાના કર્મીએ સ્ટ્રીટ લાઇટ શરૂ કરાવી હતી.

ખુદ અધિકારી સ્વિકારે છે કે, સ્ટ્રીટ લાઇટ મેઇન્ટેનન્સની કામગીરી 10 થી 15 દિવસ સુધછી થતી નથી પરિણામે મનપાની છબી ખરડાઇ છે. ત્યારે સવાલ એ થાય છેકે, માત્ર નોટીસ જ શા માટે અપાય છે? પેનલ્ટી કેમ કરવામાં આવતી નથી ?! ત્યારે શું મનપાના અધિકારીઓનું કંપનીઓ સાથે સાંઠગાંઠ છે કે શું? તેવા સવાલ પણ લોકોમાં ઉઠી રહ્યા છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટ શાખાના વાહનોનો ખાનગી એજન્સીઓ દ્વારા પણ ઉપયોગ થતો હોય ત્યારે આ મામલે તપાસ કરી સત્વરે યોગ્ય કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...