રખડતા ઢોરનો ત્રાસ:જૂનાગઢમાં રખડતા ઢોરે બાઈક સવારને અડફેટે લીધો, ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો

જુનાગઢએક મહિનો પહેલા
  • બાઈક સવારને માથાના ભાગે તેમજ શરીરમાં ગંભીર ઈજા પહોંચી હતી

જૂનાગઢના બીલખા રોડ નજીક રખડતા ઢોરના લીધે વધુ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. બિલખા રોડ મેંદરડા વિસાવદર બાયપાસ પાસે રોડ પર રખડતા ઢોરે બાઈક સવારને અડફેટે લીધો હતો. બપોરના અરસામાં બાઈક ચાલક જ્યારે રોડ પર જતો હતો ત્યારે અચાનક આવેલા ઢોરે બાઈક સવારને ફંગોળ્યો હતો. જેથી બાઈક સવારને માથાના ભાગે તેમજ શરીરમાં ગંભીર ઈજા થઈ હતી.

રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે
જૂનાગઢમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે આજે એક બાઈક સવારને રખડતા ઢોરે અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. બાઈક સવાર લોહી લુહાણ હાલતમાં રોડ પર જોવા મળ્યો હતો. ગંભીર હાલત થતા રોડ પર લોહી જોવા મળ્યું હતું. આસપાસના લોકો દ્વારા આ ગંભીર થયેલા યુવકને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...