તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઈમ:મેંદરડાની યુવતીને બદનામ કરવા અજાણ્યા શખ્સે ફેક આઈડી બનાવી સોશિયલ મીડિયામાં બિભત્સ ફોટો વાઈરલ કર્યા

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેક આઈડી બનાવનારા અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢના મેંદરડા તાલુકામાં એક ગામમાં રહેતી યુવતીને બદનામ કરવા અજાણ્યા શખ્સે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી તેમાં યુવતીના બિભત્સ ફોટા વાયરલ કર્યાની ફરિયાદ થતાં સાયબર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ મેંદરડા તાલુકાના એક ગામમાં રહેતી અને જૂનાગઢમાં એસ.વાય.માં અભ્યાસ કરતી યુવતીનું ઇન્સ્ટાગ્રામ પર કોઇ અજાણ્યાએ ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. બાદમાં આ યુવતીના ફોટા મેળવીને તેને મોર્ફ કરી બિભત્સ ફોટા સોશ્યલ મિડીયામાં વાઇરલ કર્યા હતા. તેમજ બિભત્સ મેસેજ કર્યા હતા. તા. 8-3-2021 ના બનેલી આ ઘટના અંગે યુવતીએ પ્રથમ અરજી આપી હતી. બાદમાં આજે યુવતીની અરજીના અનુસંધાને રેન્જ સાયબર પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...