સૂચના:વરસાદી પાણી શુદ્ધ અને સારી ગુણવત્તા વાળું હોઇ સંગ્રહ કરો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપા દ્વારા ભૂગર્ભ જળ સંગ્રહ, વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ જળ સંચય અને શહેરને હરિયાળું બનાવવા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના ટાઉન હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષોનું પૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત વૃક્ષનો છોડ આપીને કરાયું હતું.

આ તકે સેતુ શાહે જણાવ્યું હતું કે, આજે સારી ગુણવત્તા વાળા પાણીની અછત છે. ત્યારે વરસાદી પાણી જે શુદ્ધ અને સારી ગુણવત્તા વાળું હોય તેનો સંગ્રહ કરવો જરૂરી છે. જ્યારે ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે,શહેરને હરિયાળું બનાવવું તે દરેક નાગરિકની ફરજ છે. ત્યારે દરેક શહેરીજન ઘરે કમ સે કમ એક વૃક્ષ વાવે. વળી, એટલુંજ નહિ તેનું યોગ્ય રીતે જતન કરી ઉછેર કરી શહેરને હરિયાળું બનાવવામાં યોગદાન આપી સારા નાગરિક તરીકેની ફરજ બજાવે. આ તકે મેયર ગીતાબેન પરમાર, કમિશ્નર રાજેશ તન્ના, સ્થાયી સમિતી ચેરમેન હરેશ પણસારા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...