તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાગત:નડવાનું બંધ કરો એ પણ મોટી સમાજ સેવા, જયેશ રાદડિયા

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 90 ગામના લોકોની ઉપસ્થિતી, શણગારેલા બળદ ગાડામાં સ્વાગત

મેંદરડા તાલુકાના ગોધમપુર ખાતે 50 લાખના ખર્ચે નિર્માણાધિન પટેલ સમાજની વાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ અંગે સુમહલગ્નના પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે, 90 ગામના લોકોની ઉપસ્થિતી રહી હતી. કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું શણગારેલા બળદ ગાડા અને ટ્રેકટરમાં કાઠીયાવાડી પરંપરાથી સ્વાગત કરાયું હતું.

આ તકે કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, સમાજ માટે કામ કરતા લોકોને નડતરરૂપ ન થાવ તે પણ મોટી સમાજ સેવા છે. આ તકે પોરબંદરના સાંસદ રમેશ ધડુક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણી, દિનેશભાઇ કુંભાણી, જેન્તીભાઇ વઘાસીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો સાથે દાનની સરવાણી વહાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો