તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:કોરોનામાં બંધ થયેલી ટ્રેન, નવી ટુરિસ્ટ ટ્રેન શરૂ કરો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસણમાં મળેલી રેલવે સ્થાયી સમિતીની બેઠકમાં માંગ

સાસણ ખાતે રેલવે સબંધિત સંસદિય સ્થાયી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં જૂનાગઢના સાંસદે કોરોનામાં બંધ થયેલી ટ્રેનો ઉપરાંત સ્પેશ્યલ ટુરિસ્ટ ટ્રેન શરૂ કરવા રજૂઆત કરી હતી. આ અંગે મળતી વિગત મુજબ સાસણ ખાતે રેલવે સબંધિત સંસદિય સ્થાયી સમિતીની બેઠક મળી હતી. સંસદીય સ્થાયી સમિતીના અધ્યક્ષ રાધા મોહનસિંઘની ખાસ ઉપસ્થિતીમાં મળેલી બેઠકમાં જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાની પણ ઉપસ્થિતી રહી હતી.

તેમણે બેઠકમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કોરોનાના કારણે અનેક ટ્રેનો લાંબા સમયથી બંધ છે. હવે કોરોનાની અસર ઘટી રહી છે ત્યારે બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવાની જરૂર છે. આ ઉપરાંત જૂનાગઢ, સાસણ, સોમનાથ એક ટુરિઝમ સર્કિટ બની ગઇ છે. ત્યારે આવનાર પ્રવાસીઓને ધ્યાને રાખી સ્પેશ્યલ ટુરિસ્ટ ટ્રેન પણ શરૂ કરવાની તાતી જરૂરિયાત હોવાની સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ રાધામોહનસિંઘને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...