તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેરાનગતિ બંધ કરાવો:કેશોદમાં કોરોનાના નામે વેપારી-શહેરીજનોને કરાતી દંડકીય કનડગત બંધ કરો

કેશોદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેશોદ વેપારીવર્ગની ઉગ્ર રોષની લાગણ અંગે વેપારી મંડળે રાજ્ય સરકારને પત્ર લખી રાહત આપવા માંગણી કરી
 • કોરોના મહામારી ઘટતા શાળા-કોલેજો ચાલુ થયા, ચુંટણી જાહેર થઇ તેમ છતાં માસ્‍કના નામે દંડકીય હેરાનગતિ કેમ ચાલુ ? : વેપારીમંડળ

કોરોના મહામારીને કાબુમાં રાખવા રાજ્ય સરકારે માસ્‍ક પહેરવા અને સોશિયલ ડિસ્‍ટન્‍સ જાળવવાની તથા ન જાળવે તેઓ સામે દંડકીય કાર્યવાહી કરવા અંગે પરિપત્ર જાહેર કરી તેની અમલવારી કરાવવા માટે પોલીસ વિભાગને સતા આપી છે. જે મુજબ પોલીસ વિભાગ સ્‍થાનિક કક્ષાએ દંડ વસુલવાની તથા ગુના દાખલ કરવાની કામગીરી કરી રહ્યુ છે. તો બીજી તરફ કોરોનાની વેક્સિન આવ્‍યા બાદ દિન-પ્રતિદિન મહામારીનું જોર ઘટી રહ્યુ હોવાથી રાજ્ય સરકાર જનજીવન અને વેપાર-ધંધા ધમધમતા કરવા વધુ છુટછાટ આપી રહી છે. એવા સમયે રાજ્ય અને જિલ્લા કક્ષાએથી હજુ પણ દંડાત્મક કાર્યવાહી માટે આપવામાં આવેલ લક્ષ્યાંક પુરો કરવા સ્‍થાનિક જવાબદાર વિભાગ દંડકીય કાર્યવાહી કરી લોકોનાં ખિસ્સાં ખંખેરવાની કાર્યવાહી કરી રહ્યુ છે જે બંધ કરાવી લોકો-વેપારી વર્ગને રાહત આપવા કેશોદ વેપારી મંડળે રાજ્ય સરકારને લેખિત રજૂઆત સાથે માંગણી કરી છે.

કેશોદ શહેર વેપારી મંડળના પ્રમુખ રાજુ બોદરે કરેલી રજુઆતમાં જણાવ્યુ કે, હાલ વર્તમાન પરિસ્‍થ‍િતિનો તાગ મેળવી એક તરફ શાળા-કોલેજો શરૂ કરવામાં આવી છે. ચૂંટણીઓ જાહેર કરાઇ છે. કોરોનાના કારણે સિનેમા, સ્વિમિંગ પુલ સહિતની અનેક પ્રવૃતિઓ પર ગાઇડલાઇન્‍સ મુજબ ફરમાવાયેલા પ્રવિબંધો તબકકાવાર ઢીલ આપી દુર કરવામાં આવી છે ત્યારે કોરોના મહામારીના નામે સામાન્ય વેપારીઓને દંડવાનું પણ બંધ કરવું જોઈએ.

કેશોદ શહેરમાં જવાબદાર તંત્ર દ્વારા માત્રને માત્ર ચોક્કસ વિસ્તારોમાં જ કાયદાનો દંડો પછાડીને વેપારીઓને દંડવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે અમુક ચોક્કસ વિસ્તારોમાં ચેતવણી આપવાનું ટાળી પક્ષપાતી વલણ અપનાવવામાં આવે છે. કોવિડ-19ની મહામારી વચ્ચે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે ત્યારે કેશોદ શહેરના વેપારીઓ આર્થિક નુકસાનીમાંથી બહાર નીકળવા મથી રહ્યા છે. તેવા સમયે જવાબદાર તંત્રને ઉચ્‍ચકક્ષાએથી અપાયેલો લક્ષ્યાંક પુરો કરવા માટે રૂ.500થી 1 હજારના દંડની પહોંચ પકડાવી વસૂલાત કરી વેપારીઓને પડ્યા પર પાટું મારવાની કાર્યવાહી કરી રહ્યુ છે.

વધુમાં જણાવ્યું કે, કેશોદ શહેરમાં વેપારીઓ સવારથી રાત સુધી દુકાનમાં કામ કરે છે. તો હાલ દિવસમાં સુર્યના આકરા તાપથી ગરમી પડતી હોવાથી એકધારૂ માસ્ક પહેરવાથી પરસેવાથી રેબઝેબ થઈ ચામડીના રોગ તથા એલર્જીની બિમારીમાં સંપડાવવાની સંભાવના રહે છે. તો દુકાનમાં ફુરસદના સમયે માસ્ક પહેર્યા વગર બેઠાં હોય તેવા સમયે કાયદાના રક્ષકો દંડ ફટકારી રોજીંદી હજારોની રકમ એકત્ર કરી રહ્યુ છે. વેપારીઓ સાથે થતું પક્ષપાતી વલણ અટકાવવામાં નહીં આવે તો નાછુટકે વેપારી વર્ગને રસ્તા પર ઉતરી વિરોધ કરવાની ફરજ પડશે. જેની જવાબદાર તંત્ર અને પ્રજાનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઇએ. કેશોદ શહેરમાં કોવિડ-19નાં નામે સામાન્ય વેપારીઓ અને શહેરીજનોને થતી કનડગત સત્‍વરે બંધ થવી જોઇએ તેવું અંતમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો