સર્વરનું મેઇન્ટેનન્સ:જૂનાગઢમાં ચાર દિવસ ઇ-મેમાની રકમ ભરવાનું બંધ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સર્વરના મેઇન્ટેનન્સના કારણે કામ બંધ

જૂનાગઢમાં સીસી ટીવી કેમેરા લગાવાયા છે. અને તેના આધારે ઇ મેમો અપાય છે. પરંતુ ગાંધીનગર ત્રિનેત્રમ ઓફિસમાં ઓફિસ તથા સર્વરની કામગિરી ચાલતી હોઇ તા. 29 સપ્ટેમ્બર સુધી ઇ મેમાની રકમ લેવાનું બંધ રહેશે. જૂનાગઢમાં સીસી ટીવી કેમેરાના આધારે પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને ઇ મેમા મોકલાતા હોય છે. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકે એક યાદીમાં જણાવ્યું હતું કે, ઇ મેમાના દંડની રકમ ઓનલાઇન અને ઓફલાઇન બે રીતે કલેક્શન કરવામાં આવી રહી છે. પરંતુ ગાંધીનગરમાં આવેલી ત્રિનેત્રમ ઓફિસ તથા સર્વરનું મેઇન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે તા. 26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઇ મેમાના દંડની રકમ ઓનલાઇન કે ઓફલાઇન ભરી શકાશે નહીં. 29 સપ્ટેમ્બરના 12 વાગ્યા બાદ રાબેતા મુજબ કામગિરી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...