સમારોહ:આગામી રવિવારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જૂનાગઢ શહેરના મહેમાન

જૂનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સહકારી મહાનુભાવોના અભિવાદન સમારોહમાં રહેશે ઉપસ્થિત

રવિવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ જૂનાગઢના મહેમાન બનશે. તેઓ સહકારી મહાનુભાવોના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ડોળીવાળા અંગે ડો. ડી.પી. ચિખલીયાએ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકના વિમોચન સાથે સહકારી મહાનુભાવો જેવા કે દિલીપભાઇ સંઘાણી, ડોલર ભાઇ કોટેચા અને બિપીનભાઇ પટેલનું અભિવાદન કરવામાં આવશેેે.

આ કાર્યક્રમ રવિવાર 7 ઓગસ્ટના સવારે 10 વાગ્યે કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરીયમ હોલમાં યોજાશે. ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન આયોજીત અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમનું ઉદ્ધાટન કેન્દ્રિયમંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા કરશે. સહકાર સે સમૃદ્ધિના સૂત્રની સાર્થકતાના સારથિ તરીકે સેવારત રહેલા મહાનુભાવોની વરણી થઇ છે ત્યારે તેમના અભિવાદન સમારોહમાં વિનોદભાઇ ચાવડા,ડો. ભરતભાઇ બોઘરા, દેવાભાઇ માલમ, ડો. નરેન્દ્ર ગોંટીયા, ચંદ્રશેખરભાઇ દવે, ધવલભાઇ દવે, કિરીટભાઇ પટેલ, પુનિતભાઇ શર્મા વગેરેની પણ ઉપસ્થિતી રહેશે.

અન્ય સમાચારો પણ છે...