તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે લડત:જૂનાગઢ જિલ્લામાં મારૂં ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 દિવસથી જિલ્લામાં દર્દીની સંખ્યામાં ઘટાડો, લોકો વેક્સિન લે

જૂનાગઢ જિલ્લામાં પણ મારૂં ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરાયું છે. આ અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. દરમિયાન જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર સૌરભ પારઘી, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, જિલ્લા બેન્કના એમડી દિનેશભાઇ ખટારીયા સહિતના અનેક અધિકારી, પદાધિકારીએ વિડીયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા જિલ્લા કલેકટર અને ડીડીઓ સાથે ચર્ચા કરી સિવીલ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ, સીએચસી અને પીએચસીમાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા અને સ્થિતી અંગે ચર્ચા કરી હતી. દરમિયાન સિવીલમાં છેલ્લા 2 દિવસથી કોરોનાના દર્દી ઘટી રહ્યા છે. ત્યારે લોકોને પણ કોરોના વેક્સિન લેવા અનુરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો