રજુઆત:બીઅેઅસીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરો, ડિગ્રીનાં સર્ટીફિકેટ આપો

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એનએસયુઆઇનું નરસિંહ યુનિવર્સિટીમાં આવેદન

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે એનએસયુઆઇ દ્વારા આવેદન અપાયું હતું. આ અંગે એનઅેસયુઆઇના જિલ્લા પ્રમુખ યુગ પુરોહિતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને બીએસસીમાં પ્રવેશ મળે તે માટે ફરી એડમિશન પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરાઇ છે. આ ઉપરાંત જે છાત્રોને હજુ સુધી ડિગ્રી સર્ટિફિકેટ મળ્યું નથી તેને સત્વરે ડિગ્રી સર્ટિફિકેટ અાપવાની માંગ કરાઇ છે. જો, ટૂંક સમયમાં માંગ નહી સંતોષાય તો છાત્રોને સાથે રાખી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે. આ તકે રવિરાજ કાઠી, યશ ગોહેલ, હર્ષ ગઢવી, નીલ પારેખ વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...