તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે બ્યુગલ વાગી ચૂક્યું છે. જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 158 બેઠકો માટે 8 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવશે. જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ 188 બેઠકોમાં 4,09,583 પુરૂષો અને 3,75,050 સ્ત્રીઓ મળી કુલ 7,84,634 મતદારો મતદાન કરશે. 28 ફેબ્રુઆરીએ મતદાન થશે, પુન: મતદાનની શક્યતા જણાય તો 1 માર્ચે થશે અને 2 માર્ચે મતગણત્રી કરાશે. જ્યારે 5 માર્ચે ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થશે. દરમિયાન ચૂંટણીને લઇને સ્થાનિક ચૂંટણી તંત્રએ તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે.
શાંતિપૂર્ત રીતે સંપુર્ણ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પોલીસ તંત્રએ પણ તૈયારી કરી લીધી છે. બીજી તરફ રાજકીય પક્ષો પણ જિલ્લા અને તાલુકા પંચાયતો પર પોતાનો કબ્જો જમાવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે. ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર થશે. એકને સ્થાન ટકાવી રાખવું છે જ્યારે બીજાને સ્થાન પડાવી લઇ કબ્જો કરવો છે. ત્યારે મતદારોને રિઝવવામાં ક્યો પક્ષ વધુ સક્ષમ સાબિત થાય તે તો પરિણામ બાદ જાણવા મળશે. પરંતુ હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો આવી ગયો છે.
તાલુકા પંચાયતની ચૂંટણીના રિટર્નીંગ ઓફિસર
જૂનાગઢ ગ્રામ્યની 18 બેઠકોમાં 10 બેઠકોના આરઓ મામલતદાર, જૂનાગઢ અને 8 બેઠકોના આરઓ તાલુકા વિકાસ અધિકારી, જૂનાગઢ રહેશે. વંથલીની 16 બેઠકોમાં 10 બેઠકોના આરઓ મામલતદાર, વંથલી અને 6 બેઠકોના આરઓ તાલુકા વિકાસ અધિકારી, વંથલી રહેશે. માણાવદર તાલુકાની 16 બેઠકોમાં 11 બેઠકોમાં આરઓ મામલતદાર, માણાવદર અને 5 બેઠકોના આરઓ તાલુકા વિકાસ અધિકારી, માણાવદર રહેશે. કેશોદ તાલુકાની 18 બેઠકોમાં 9 બેઠકોના આરઓ મામલતદાર કેશોદ અને 9 બેઠકોના આરઓ તાલુકા વિકાસ અધિકારી, કેશોદ રહેશે.
માંગરોળની 20 બેઠકોમાં 10 બેઠકોના આરઓ મામલતદાર, માંગરોળ અને 10 બેઠકો માટે તાલુકા વિકાસ અધિકારી, માંગરોળ રહેશે. મેંદરડાની 16 બેઠકોમાં 8 બેઠકોમાં આરઓ મામલતદાર, મેંદરડા અને 8 બેઠકો માટે આરઓ તાલુકા વિકાસ અધિકારી, મેંદરડા રહેશે. માળીયા હાટીના તાલુકાની 20 બેઠકોમાં 12 બેઠકો પર આરઓ મામલતદાર, માળીયા અને 8 બેઠકો પર આરઓ તાલુકા વિકાસ અધિકારી, માળીયા રહેશે.
વિસાવદર તાલુકાની 18 બેઠકોમાં 12 બેઠકો પર આરઓ મામલતદાર વિસાવદર અને 6 બેઠકો પર આરઓ તાલુકા વિકાસ અધિકારી, વિસાવદર રહેશે. જ્યારે ભેંસાણ તાલુકાની 16 બેઠકોમાં 8 બેઠકો પર આરઓ મામલતદાર ભેંસાણ અને 8 બેઠકો પર આરઓ તાલુકા વિકાસ અધિકારી ભેંસાણ રહેશે.
આવો રહેશે ચૂંટણીનો કાર્યક્રમ
જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત 23 જાન્યુઆરીએ કરાઇ છે. જ્યારે આ માટે જાહેરનામું 8 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થશે અને 13 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. 15 ફેબ્રુઆરીના ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે.16 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચી શકાશે.
જિલ્લા પંચાયતની ચૂંટણીના રિટર્નીંગ ઓફિસર
જૂનાગઢ ગ્રામ્યની બિલખા, ડુંગરપુર, મજેવડી અને વડાલ એમ 4 બેઠકોના આરઓ પ્રાંત અધિકારી, જૂનાગઢ છે. વંથલીની ધંધુસર, કણજા અને શાપુર એમ 3 બેઠકોના આરઓ પ્રાંત અધિકારી વંથલી છે. માણાવદરની કોયલાણા, મટીયાણા અને સરદારગઢ એમ 3 બેઠકોના આરઓ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી જૂનાગઢ છે. કેશોદની અગતરાય, અજાબ, બાલાગામ અને મેસવાણ એમ 4 બેઠકના આરઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે. માંગરોળની મુક્તુપુર, માંગરોળ ઓજી, મેખડી અને શીલ એમ 4 બેઠકોના આરઓ નાયબ કમિશ્નર,મહાનગરપાલિકા જૂનાગઢ છે.
મેંદરડાની મેંદરડા અને સાસણ એમ 2 બેઠકના આરઓ પ્રાંત અધિકારી મેંદરડા છે. માળીયા હાટીનાની ગડુ, જૂથળ, કુકસવાડા, અમરાપુર ગીર, માળીયા હાટીના એમ 5 બેઠકો માટેના આરઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહેસુલ છે. વિસાવદરની કાલસારી, મોણપરી મોટી અને સરસઇ એમ 3 બેઠકોના આરઓ પ્રાંત અધિકારી વિસાવદર છે. ભેંસાણની ભેંસાણ અને ચુડા એમ 2 બેઠકના આરઓ મહિલા અને બાળ વિકાસ અધિકારી જૂનાગઢ છે. જ્યારે કેશોદ નગરપાલિકાની 9 બેઠકોના આરઓ પ્રાંત અધિકારી કેશોદ રહેશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.