રજૂઆત:દિવાળી પહેલા ધોરણ 1 થી 5નું શાળામાં શિક્ષણ શરૂ કરાવો

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓ પણ બાળકોના અભ્યાસ બાબતે ચિંતીત છે
  • સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની શિક્ષણમંત્રીને રજૂઆત

દિવાળી પહેલા ધોરણ 1 થી 5નું પણ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરાવવાની માંગ સાથે શિક્ષણમંત્રીને રજૂઆત કરાઇ છે. આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા અને મહામંત્રી રાજેશભાઇ નાકરાણી દ્વારા શિક્ષણમંત્રીને આવેદન પાઠવી રજૂઆત કરાઇ છે. રજૂઆતમાં જણાવાયું છે કે, કોરોનાની સ્થિતી હવે કાબુમાં છે,વેક્સિનેશન પણ સારૂં થઇ રહ્યું છે અને નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ કોરોનાની ત્રીજી લહેર પણ આવવાની સંભાવના નથી.

આમ, કોરોનાનો હવે કોઇ ખતરો ન હોય ધોરણ 1 થી 5માં પણ ઓફલાઇન એટલે કે સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવું જોઇએ. વિશાળ વાલી સમુદાય પણ બાળકોના અભ્યાસને લઇ ચિંતીત છે અને બાળકોને શાળાએ મોકલવા સહમત છે ત્યારે દિવાળી પહેલા ધોરણ 1 થી 5 માટે પણ શાળા શરૂ કરવાની તાતી જરૂરિયાત છે.હાલ 1 થી 5 ધોરણમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે વહેલી તકે ઓફલાઇન શિક્ષણ ચાલુ કરવાની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...