તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના 45 ગામોમાં આ વર્ષે વિપુલ પ્રમાણમાં ચણાના પાકનું વાવેતર થયું હોય તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ટેકાના ભાવે ચણાની નોંધ કરાવી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા ખેડૂતોમાંથી માંગણી ઉઠી છે.
તાલાલા પંથકમાં આ વર્ષે 13,680 હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે જે પૈકી 7,026 સેક્ટર જમીનમાં વિક્રમજનક ચણાના પાકનું વાવેતર થયું થયું છે. ત્યારે તાલાલા તાલુકાના 45 ગામોમાં ચણાના પાકનું થયેલ વિપુલ વાવેતર ધ્યાને રાખી તાલાલા માર્કેટીંગ યાર્ડમાં પણ ચણાના ઉત્પાદક ખેડૂતો નોંધ કરાવી શકે તેવી વ્યવસ્થા કરવા પંથકના ખેડૂત વર્ગમાંથી માંગણી ઉઠી રહી છે.
તાલાલા તાલુકાના તમામ ગામની ગ્રામ પંચાયતોમાં વીસી મારફત ખેડૂતો ચણાની નોંધ કરાવી રહ્યા છે પરંતુ ઘણા ગામોમાં નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યાના કારણે ખેડૂતો ચણાની નોંધ કરાવવા મુશ્કેલી સાથે હેરાન થઇ રહ્યા છે જેથી તાલુકાના તમામ ખેડૂતો સરળતાથી ચણાની નોંધ કરાવી શકે તે માટે સરકારના પરી પત્ર અંતર્ગત તાલાલા માર્કેટીંગ યાર્ડમાં પણ ખેડૂતો ચણાની નોંધ કરાવી શકે તેવી વ્યવસ્થા શરૂ કરાવવા પંચકમાં ચણાના ઉત્પાદક ખેડૂતોમાંથી માંગણી થઈ રહી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.