તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સિવીલમાં મ્યુકર માઇકોસીસ માટે અલગથી વોર્ડ શરૂ કરો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ, જામનગર ખાતે સારવારની સુવિધા છે ત્યારે
  • પૂર્વ ધારાસભ્યની સિવીલના ચિફ મેડીકલ ઓફિસરને રજૂઆત

જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં મ્યુકર માઇકોસીસની બિમારી સામે સારવાર મળી રહે તે માટે અલગથી વોર્ડ ઉભો કરવાની માંગ કરાઇ છે. આ મામલે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ સિવીલ હોસ્પિટલના ચિફ મેડીકલ ઓફિસરને પત્ર લખી જાણ કરી છે. પત્રમાં જણાવાયું છે કે, મ્યુકર માઇકોસીસ નામનો રોગ તીવ્ર ઝડપથી આગળ વધી રહ્યો છે. જ્યારે આવા રોગનો ભોગ બનેલાને સારવાર મળી શકે તે માટે હાલ સિવીલ હોસ્પિટલ ખાતે અલગથી વોર્ડ બનાવાયો નથી.

પરિણામે આવા દર્દીઓને સારવાર માટે અન્ય શહેરોમાં જવું પડે છે. હાલ રાજકોટ અને જામનગર ખાતે આ રોગની સારવાર ઉપલબ્ધ છે. ત્યાંની હોસ્પિટલમાં અલગથી વોર્ડ ઉભા કરી દેવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢમાં પણ આવા દર્દીઓની સારવાર થઇ શકે તે માટે સિવીલ હોસ્પિટલ છે અને નિષ્ણાંત તબીબોની ટીમ પણ છે.

અન્ય સમાચારો પણ છે...