તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:જૂનાગઢમાં તાલુકા કક્ષાએ 24 કલાક ઇ ધરા કેન્દ્ર શરૂ રાખો

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 માસથી લોકોનો પ્રશ્નો પેન્ડીંગ પડ્યા છે
  • કોરોના હળવો થતા કામગીરીમાં ઝડપ લાવવા માંગ

જૂનાગઢમાં તાલુકા કક્ષાએ ઇ ધરાની કામગીરી 24 કલાક કરવાની માંગ કરાઇ છે. આ અંગે ખેડૂત એકતા મંચના જૂનાગઢ જિલ્લા પ્રમુખ મહમદ સીડાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું હતું કે, કોરોનાના કારણે સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં 50 ટકા હાજરી સાથે કામ થતું હતું. જેના કારણે લોકોના અનેક પ્રશ્નો 2 માસથી પેન્ડીંગ છે. હવે કોરોના ઓછો થયો છે તેમજ 100 ટકા સ્ટાફની પણ છૂટ અપાઇ છે ત્યારે ઇ ધરા જેવી જરૂરિયાત વાળી સેવાનો સમય વધારવાની જરૂર છે.

જૂનાગઢ અને ગિર સોમનાથના અનેક ગામડાઓમાં હજુ લાઇટ અને તેના કારણે ઇન્ટરનેટ શરૂ થઇ શક્યા નથી. તેવા સમયે તાલુકા કક્ષાએ 24 કલાક ઇ ધરા કેન્દ્રો ચાલુ રાખવાની માંગ છે જેથી પ્રજાના પ્રશ્નોનો ત્વરિત નિકાલ આવે. ત્યારે આવી તમામ સેવાનો સમય લંબાવાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...