તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય કામગીરી:જૂનાગઢના મેંદરડા નજીક હાઇવે પર 108ના સ્‍ટાફે સર્ગભાની સફળ ડીલીવરી કરાવી માતા-બાળકના જીવ બચાવ્‍યા

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
108 એમ્‍બ્‍યુલન્‍સમાં સારવાર અાપી રહેલ કર્મચારીઅો - Divya Bhaskar
108 એમ્‍બ્‍યુલન્‍સમાં સારવાર અાપી રહેલ કર્મચારીઅો
  • સર્ગભાને પ્રસુતિનો દુ:ખાવો ઉપડતા પ્રથમ મેંદરડા સીએચસીમાં લઇ જવાઇ હતી
  • ડીલીવરી જોખમી હોવાથી મેંદરડા સીએચસીથી જૂનાગઢ લઇ જવાતી વખતે રસ્તામાં ડીલીવરી કરાઇ

રાજ્યમાં કોઇપણ સ્‍થળે સંકટ સમયમાં 108 ઇમરજન્‍સી સેવા લોકો માટે હમેંશા આર્શીવાદ બનતી જોવા મળે છે. જૂનાગઢ જિલ્‍લાના વધુ એક કીસ્‍સામાં 108 સેવાના સ્‍ટાફની સર્તકતાથી માતા-બાળક બંનેના જીવ બચી ગયા છે. જૂનાગઢ જિલ્‍લાના મેંદરડાની સર્ગભા પરિણીતાને દુ:ખાવો થતા 108 દ્વારા સીએચસી કેન્‍દ્રમાં લઇ જવાઇ રહી હતી ત્‍યારે ડીલીવરી જોખમી હોવાથી તેને જૂનાગર રિફર કરતાં રસ્‍તામાં પ્રસુતિની પીડા વધી જતા 108ના સ્‍ટાફે ઉચ્‍ચ તબીબોના માર્ગદર્શન મુજબ રસ્‍તાની સાઇડમાં એમ્‍બ્‍યુલન્‍સ રાખી તેની અંદર જ ડીલીવરી કરાવી માતા-બાળક બંન્નેને બચાવવાની સરાહનીય ફરજરૂપી કામગીરી કરી હતી.

મળતી માહિતી મુજબ, મેંદરડામાં રહેતી સર્ગભા માધુરીબેન પરમારને પ્રસુતાનો દુખાવો થતો હોવાથી ગામના સીએમસી કેન્‍દ્રમાં બતાવવા થયેલા ત્‍યારે ફરજ પરના તબીબએ તપાસ કરી જણાવ્યું કે, ગર્ભમાં રહેલું બાળક નબળુ હોવાથી અહી કેન્‍દ્રમાં ડીલીવરી કરાવવી જોખમી છે. જેથી જુનાગઢ રીફર કરવા તજવીજ હાથ ધરી હતી. મેંદરડામાં હાજર 108 એમ્‍બયુલન્‍સને જાણ કરી સર્ગભાને તેમાં જૂનાગઢ લઇ જવા રવાના કરાઇ હતી.

આ દરમિયાન રસ્‍તામાં સર્ગભા માધુરીબેનને પ્રસુતાનો અસહય દુ:ખાવો ઉપડતા ત્‍વરીત ડીલીવરી કરાવી પડે તેવા સંજોગો ઉભા થયા હતા. જેથી સાથે રહેલા 108 સેવાના ઇએમટી મયુર બારડ અને ભરત ઝાલાએ ત્‍વરીત તેમના ઉચ્‍ચ અઘિકારી-તબીબોનો સંપર્ક કરી સર્ગભાની સ્‍થ‍િતિથી વોકફ કરાવી માર્ગદર્શન માંગ્યું હતુ અને તેમની સુચના મુજબ એમ્બ્યુલન્સમાં જ ડીલીવરી કરાવી હતી.

ડીલીવરી બાદ નવજાત બાળક રડતુ ન હોવાની સાથે ધબકારા બંધ હોવાનું જણાયું હતુ. જેથી તુરંત 108 ના બંને સ્‍ટાફે સીપીઆર અને કૃત્રીમ શ્વાસ આપી નવજાત બાળકનું હૃદય ધબકતુ કર્યું હતું, તેમજ સર્ગભાને જરૂરી ઇન્જેક્શન આપ્યા હતા. આમ, 108 સેવાના સ્‍ટાફની સર્તકતાની કામગીરીના લીઘે માતા-બાળક બંનેના અમૂલ્‍ય જીવો બચાવવામાં આવ્યાં હતા. બાદમાં માતા-બાળક બંનેને જૂનાગઢ સિવીલ પહોંચાડવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...