જવાબ મેળવી શકશે:ધો. 10, 12ના બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 28 માર્ચ સુધી વિદ્યાર્થીઓ મુજવતા પ્રશ્નોનો જવાબ મેળવી શકશે

જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંધ દ્વારા બોર્ડના વિદ્યાર્થી માટે હેલ્પલાઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી S.S.C તેમજ H.S.C બોર્ડની પરીક્ષા- 2023 અંતર્ગત જિલ્લાના તમામ વિદ્યાર્થી- ભાઇઓ તથા બહેનો પરીક્ષા દરમિયાન કે પહેલા તેમને મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે તજજ્ઞો જેવા કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ- ગાંધીનગરના મેમ્બર રાવલ જશવંતકુમાર મો. 9023144014,

જિલ્લા માધ્યમિક શિક્ષણ સંધના અધ્યક્ષ શર્મા રાજેશકુમાર મો. 9909744144, વંથલી તાલુકા શિક્ષક સંધના મહામંત્રી ઉસદડીયા હિતેશકુમાર મો. 9879199497, શિક્ષણ સંધ ઉપપ્રમુખ એમ. એમ. ચંદ્રવાડીયા મો. 7990582170, એવોડી શિક્ષક પરિ બલદેવીપરી મો. 9662025320 અને જોષીપરા કન્યા છાત્રાલયના પ્રિન્સિપાલ જયશ્રીબેન કે રંગોલિયા મો. 94280866079 આ તમામ તજજ્ઞો દ્વારા 28 માર્ચ સુધી વિદ્યાર્થીઓને મુજવતા પ્રશ્નોનોના જવાબ મેળવી શકશે. તેવું જિલ્લા માધ્યમિક શિક્ષક સંધના પ્રમુખ નિલેશભાઇ સોનારાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...