આવક:એસટીને પાંચ દિવસમાં 24.83 લાખની આવક થઇ

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીની લઇને બસમાં મુસાફરોની ભીડ

જૂનાગઢ એસટી દ્વારા દિવાળીના તહેવારોને લઇ મુસાફરોની સુવિધા માટે એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું જેને કારણે માત્ર 5 દિવસમાં જ 24.83 લાખની આવક થઇ છે. આ અંગે એસટીના ડિવીઝનલ ટ્રાફિક કન્ટ્રોલર રજની પિલવાઇકરે જણાવ્યું હતું કે, ડિવીઝનલ કન્ટ્રોલર જી.ઓ. શાહના માર્ગદર્શનમાં તહેવારોને લઇ જૂનાગઢ એસટીના નવ ડિવીઝન દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી.

20 ઓકટોબરથી 24 ઓકટોબર સુધીના 5 દિવસમાં જ એકસ્ટ્રા સંચાલન થકી 24.83 લાખની આવક થવા પામી છે. 20થી 24 ઓકટોબર સુધીમાં 326 વધારાની ટ્રીપો કરાઇ હતી જેમાં 1,02,893 કિમીના સંચાલનનો 14,642 મુસાફરોએ લાભ લીધો હતો જેના કારણે 24,83,183 રૂપિયાની આવક થઇ છે. હજુ પણ લાભ પાંચમ સુધીની રજાના કારણે લોકો હરવા ફરવાના સ્થળોએ જતા મુસાફરોની ભીડ રહેશે જેથી આવક વધશે.

અન્ય સમાચારો પણ છે...