રજૂઆત:ST નિગમનું સરકાર પાસે 1,800 કરોડનું લેણું , સત્વરે ચુકવણું કરો

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શૈક્ષણિક,વાહન વ્યવહાર,સમાજ સુરક્ષા ખાતાને સેવા આપી
  • 50,000 કામદારોને રાહત પેકેજ આપવા કરાઇ માંગણી

એસટી કર્મચારી મંડળના મહામંત્રી દિલીપભાઇ રવૈયાએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ સતુભા ગોહિલ અને મહામંત્રી ધીરેન્દ્ર સિંહ ચોકસીએ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલને પત્ર પાઠવી આ અંગે યોગ્ય કરવા રજૂઆત કરી છેે. ખાસ કરીને કોરોનામાં 1,75,000 પરપ્રાંતિયોને પોતાના વતન પહોંચાડવા 5,800 બસ દોડાવી હતી જેમાં કર્મીઓએ 18 કલાક કરતા વધુ ફરજ બજાવી સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બન્યા હતા. જ્યારે લોક ડાઉનના કારણે દૈનિક 7 કરોડની આવક ગૂમાવી છે, ઉપરાંત હાલ શિક્ષણ ખાતા પાસે 11,00 કરોડ, વાહન વ્યવહાર ખાતા પાસે 6,00 કરોડ, સમાજ સુરક્ષા ખાતા પાસે 20 કરોડ, સીસી વાહનોનાં 25 કરોડ મળી 1,800 કરોડ રાજ્ય સરકાર પાસે લેણાં છે. આ રકમના અભાવે એસટીની આર્થિક સ્થિતી કથળી ગઇ છે. ત્યારે આ રકમ રાજ્ય સરકાર સત્વરે ચૂકવી આપે તેમજ એસટીના 50,000ના કામદારો અને તેના કુટુંબીઓના લાભાર્થે ખાસ આર્થિક રાહત પેકેજ આપે તેવી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...