આક્ષેપ:જૂનાગઢ - ઊના રૂટની એસટી બસ નવા ઝાખીયા ગામે ઉભી ન જ રખાઈ

ઊના15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરજ પરના કર્મીઓએ કહ્યું બસ અમારી મરજી મુજબ ચાલશે,આક્ષેપ

ગીરગઢડાના નવા ઝાંખીયા ગામે એસ ટી બસ સ્ટોપ આવેલ હોય પરંતું ઘણા સમય થી જુનાગઢ ઉના રૂટની બસ ઉભી ન રખાતી હોવાની ફરિયાદો ઉઠી છે. નવા ઝાંખીયા ગામે થી બે બહેનો ઉના જવા માટે બસ સ્ટોપ પાસે ઉભી હતી. ત્યારે નવા ઝાખીયા ગામના બસ સ્ટોપ પાસે જુનાગઢ-ઉના રૂટની GJ 18 Z 5521 બસ ઉભી રાખ્યા વિનાજ ગીરગઢડા બસ ડેપોમાં ચાલી ગઇ હતી.

ત્યાર બાદ બંને બહેનો ખાનગી વાહનમાં ગીરગઢડા બસ ડેપો પર પહોચી બસમાં બેઠા હતા. અને કંડકટર તથા ડ્રાઈવરને નવા ઝાખીયાં ગામે બસ સ્ટોપ કેમ કર્યો નહિ તેવું પૂછતાં કંડકટર અને ડ્રાઇવર ઉશ્કેરાઈ ગયેલા અને કહેલ કે બસ અમારી મરજી મુજબ જ ચાલશે તમારે જ્યાં દોડવું હોઇ ત્યાં દોડી લેજો જે કરવુ હોઇ એ કરજો બાકી અમારૂ કોઈ કાઈ બગાડી નહી લ્યે અને બોવ બોલશો તો ગીરગઢડા થી પણ બસમાં નહીં બેસવા દઈએ તેવું કહેતા બંને બહેનો ગભરાઈ ગયેલી અને નવા ઝાંખિયા થી ઉનાની મુસાફરી પૂરી કરી હતી.અને આ ડ્રાંઈવર,કંડકટર સામે કાર્યવાહીની માંગ પણ કરાઈ છે. } તસવીર - જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...