આર્ટ ઓફ લિવીંગના પ્રણેતા શ્રીશ્રી રવિશંકર મહારાજનો શુક્રવારે જન્મ દિવસ હોય તેમના જન્મ દિવસની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવશે. આ તકે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ અંગે મળતી વિગત મુજબ આર્ટ ઓફ લિવીંગના પ્રણેતા શ્રીશ્રી રવિશંકરનો 13 મેના જન્મ દિવસ છે.
ત્યારે જૂનાગઢમાં તેમના શિષ્યો ગુરૂદેવનો જન્મ દિવસ મનાવશે. આ તકે શહેરના ઝાંઝરડા રોડ સ્થિત ગાયત્રી સ્કૂલ સામેના મેરીએટ પ્લાઝાના ત્રીજા માળે આવેલ આર્ટ ઓફ લિવીંગ સેન્ટરમાં ગુરૂદેવના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. ઉજવણીમાં રાત્રે 8 વાગ્યે ગુરૂપૂજા, 8:30 થી 10 સુધી દિવ્ય મહા સત્સંગ તેમજ રાત્રે 10 વાગ્યા બાદ શિષ્યો, ઉપસ્થિત ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ત્યારે તમામ મિત્રો, સ્નેહી સંબધીઓને આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જૂનાગઢ આર્ટ ઓફ લિવીંગના સંચાલકો દ્વારા અનુરોધ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.