તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:નરસિંહ મહેતા તળાવમાં મનપા કર્મીઓ દ્વારા દવાનો કરાતો છંટકાવ

જૂનાગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માછલા મરતા અટકે, દુર્ગન્ધ ફેલાતી અટકે તે માટે કામગીરી

જૂનાગઢના નરસિંહ મહેતા તળાવમાં મનપા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. માછલાના થતા મોત અટકાવવા તેમજ દુર્ગન્ધને અટકાવવા આ કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરમાં છેલ્લા કેટલાક સમયથી માછલાના મોત થઇ રહ્યા હતા. માછલાના મોતથી આવતી અસહ્ય દુર્ગન્ધના કારણે આસપાસના વિસ્તારમાં રહેવું તો ઠીક તળાવ પાળેથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું.

આ અંગે અનેક સંસ્થાઓ, શહેરના જાગૃત નાગરિકો તેમજ રાજકીય લોકોએ મનપામાં રજૂઆત કરી હતી. આ રજૂઆતોના પગલે મનપા તંત્ર હરકતમાં આવ્યું છે અને સફાઇની કામગીરી શરૂ કરી હતી. દરમિયાન હવે લોકોને અસહ્ય દુર્ગન્ધથી છૂટકારો આપવા તેમજ માછલા થતા મોતને અટકાવવા નરસિંહ મહેતા સરોવરમાં મનપા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે તેનું પરિણામ કેવું આવે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...