જન સંપર્ક ઝુંબેશ:ઓછું મતદાન ધરાવતા બુથ પર ખાસ જન સંપર્ક ઝુંબેશ

જૂનાગઢ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોને મતદાન મથક સુધી લાવવા કર્મીઓને અપાઇ સૂચના

જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાનને વધુ તેજ બનાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજે બુથ લેવલ ગ્રુપના સદસ્યો સાથે સંવાદ સાધ્યો હતો. શહેરના શામળદાસ ગાંધીધામ હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં બૂથ લેવલ અવરનેસ ગ્રુપના સદસ્યો એટલે કે, આશા બહેનો, આંગણવાડી વર્કર, સ્વ - સહાય જૂથના બહેનો સહિતના કર્મચારીઓને ડોર-ટુ-ડોર મતદાન જાગૃતિ અભિયાનને તેજ બનાવવા જણાવ્યું હતું. સાથે એક રણનીતિ મુજબ મતદાન જાગૃતિ અભિયાનને ચલાવવા તેમજ ઓછું મતદાન ધરાવતા બૂથ ઉપર ખાસ જન સંપર્ક ઝુંબેશ હાથ ધરી લોકોને મતદાન મથક સુધી લાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...