PMના જન્મદિવસની ઉજવણી:સોમનાથ મંદિરે ખાસ માર્કેડેય પૂજા કરાઇ, 71 નવદંપતી યુગલો દ્વારા ગાયત્રી હવન કરાયો

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપ પરીવાર દ્રારા કરાયેલ ગાયત્રી હવ યજ્ઞમાં 71 દંપતિ જોડાયેલ - Divya Bhaskar
ભાજપ પરીવાર દ્રારા કરાયેલ ગાયત્રી હવ યજ્ઞમાં 71 દંપતિ જોડાયેલ
  • સોમનાથ સાંનિઘ્‍યે ગરીબોની બેલી કાર્યક્રમ રાજયમંત્રીની હાજરીમાં યોજાયો
  • વેરાવળમાંથી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા 2500 થી વઘુ શુભેચ્‍છા પોસ્‍ટકાર્ડ લખવામાં આવ્યાં

વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના 71 માં જન્મ દિવસની સોમનાથ મહાદેવ મંદિર ખાતે ખાસ પૂજા, સ્વચ્છતા અભિયાન, વૃક્ષા રોપણ સહિતના કાર્યક્રમો થકી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વેરાવળમાં ગીર સોમનાથ જિલ્‍લા ભાજપ દ્વારા 71 નવદંપતિ યુગલના હસ્‍તે પ્રધાનમંત્રીના નિરોગી દીર્ઘાયુ માટે ગાયત્રી હવન કરવામાં આવ્‍યો હતો.

પ્રઘાનમંત્રી મોદીના દીર્ઘાયુષ્‍ય માટે સોમનાથ મંદિરે કરાયેલ ખાસ પૂજા
પ્રઘાનમંત્રી મોદીના દીર્ઘાયુષ્‍ય માટે સોમનાથ મંદિરે કરાયેલ ખાસ પૂજા

અનેક ધાર્મિક કાર્યક્રમ યોજાયા

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 72 માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે તેમના જન્મ દિવસની દેશ અને રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. ત્‍યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટમાં પણ અધ્યક્ષ પદે સેવા આપી રહ્યા છે. જેથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વિશેષ ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણચંદ્ર લહેરીના હસ્‍તે માર્કન્ડેય પૂજા, અષ્ટાધ્યાયી રૂદ્રાભિષેક પૂજન, આયુષ્ય મંત્રજાપ તથા રાષ્ટ્ર સુક્ત મંત્ર પઠન સહીતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં પ્રધાનમંત્રીના સ્‍વસ્‍થ અને દીર્ઘાયુષ્‍ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉપરાંત સોમનાથના સમુદ્ર કિનારે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. જયારે સોમનાથ યાત્રી સુવિધા કેન્દ્ર ખાતે નરેન્દ્ર મોદીના નાનપણથી માંડી અત્યાર સુધીની લાક્ષણીક તસ્વીરોની સુરતના કલાકારો દ્વારા વિશિષ્ટ પેન્સીલ ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં છે. જે તમામ ચિત્રોની પ્રદર્શની કરવામાં આવી છે. જે નિહાળી નાના બાળકો અને યાત્રિકો પ્રભાવિત બન્યાં હતા.

ભાજપ પરીવાર દ્રારા કરાયેલ ગાયત્રી હવ યજ્ઞ
ભાજપ પરીવાર દ્રારા કરાયેલ ગાયત્રી હવ યજ્ઞ

ભાજપ સંગઠન દ્વારા 71 દંપતિએ ગાયત્રી હવન યજ્ઞ કર્યો

વેરાવળમાં કોમ્‍યુનીટી હોલ ખાતે મોદીના જન્‍મદિનની ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતા. જેમાં સામુહિત ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવનમાં જિલ્‍લા ભાજપ પ્રમુખ માનસીંગ પરમાર, શહેરના દેવા ઘારેચા, મહામંત્રી ભરત ચોલેરા, ડો.વઘાસીયા, સવીતાબેન શર્મા, પાલીકા પ્રમુખ પીયુષ ફોંફડી, ચેરમેન બાદલ હુંબલ, વિક્રમભાઇ પટાટ, પ્રઘયુમનસિંહ ડોડીયા, જી.પ.ના પ્રમુખ રામીબેન બચુભાઇ વાજા સહિત 71 નવદંપતિ યુગલોએ યજ્ઞમાં સામુહિક આહુતિ આપી પ્રધાનમંત્રીના સ્‍વસ્‍થ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. આ તકે શહેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા 2500 થી વધુ શુભેચ્છા પાઠવતા પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રી મોદીને લખવામાં આવ્યાં હતા.

ગરીબોની બેલી મોદી સરકારનો યોજાયેલ કાર્યક્રમ
ગરીબોની બેલી મોદી સરકારનો યોજાયેલ કાર્યક્રમ

વેક્સિન લેવા અપિલ કરાઈ

મોદીના જન્‍મદિવસની ઉજવણી અંર્તગત સોમનાથ સાંનિઘ્‍યે રામ મંદીરના ઓડીટોરીયમમાં રાજયમંત્રી મુકેશ પટેલની હાજરીમાં ગરીબોની બેલી મોદી સરકારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીએ જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લામાં 55,493 લાભાર્થીઓ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લઇ રહ્યા છે. ઉજ્જવલા યોજના 2 અંતર્ગત જિલ્લાના તમામ કેટેગરીના ગેસ કનેકશન ધરાવતા ન હોય તેવા 1,05,346 લાભાર્થીને હેઠળ આવરી લેવામાં આવશે. પુર્વ બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવાએ જણાવેલ કે, પ્રધાનમંત્રી મોદીની ઉજ્જવલા યોજના થકી બહેનોને ધુમાડાથી મુક્તિ આપી છે. આજના વેક્સિનેશન મહાઅભિયાનમાં દરેક પદાધિકારી પોતાના વિસ્તારમાં બાકી રહેતા લોકોને વેક્સિન અંગે જાગૃત કરવા જોઇએ.

સોમનાથના સમુદ્ર કિનારે યોજાયેલ સ્‍વછતા અભિયાન કાર્યક્રમ
સોમનાથના સમુદ્ર કિનારે યોજાયેલ સ્‍વછતા અભિયાન કાર્યક્રમ
સોમનાથમાં પ્રઘાનમંત્રી મોદીના સ્‍કેચ ચિત્રોની પ્રદર્શની કરાયેલ
સોમનાથમાં પ્રઘાનમંત્રી મોદીના સ્‍કેચ ચિત્રોની પ્રદર્શની કરાયેલ
અન્ય સમાચારો પણ છે...