તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્નેહ મિલન:ખેડૂતોને જણસનાં મહત્તમ ભાવ મળે તે માટે સોર્ટેક્ષ મશીન વસાવાશે, જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં સ્નેહ મિલન યોજાયું

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતનાં અકસ્માત મૃત્યુ વિમામાં 50 હજારનો વધારો

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનું સ્નેહ મિલન મળ્યુંહતું. જેમાં ખેડૂતોને ધ્યાને લઇ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જૂનાગઢ યાર્ડમાં જણસ લઇ આવતા ખેડૂતોને મહત્તમ ભાવ મળે તે માટે શોર્ટેક્ષ મશીન વેંચવામાં આવશે. તેમજ ખેડૂતનાં અકસ્માત મૃત્યુ વિમામાં 50 હજારનો વધારો કરાયોછે.લાભ પાંચમનાં જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનું સ્નેહ મિલન મળ્યું હતું.

જેમાં યાર્ડનાં નવનિયુકત ચેરેમન કિરીટ પટેલ, વાઇસ ચેરમેન હરેશ ગજેરા તથા સદસ્યો અને વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. યાર્ડની ચૂંટણી બાદ આ પ્રથમ સ્નેહ મિલન મળ્યું હતું. આ સ્નેહ મિલનમાં ખેડૂતોને લગતા પ્રશ્નો અને તેને લઇ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.જેનાથી ખેડૂતોને સીધો ફાયદો થનાર છે. યાર્ડનાં ચેરમેન કિરીટ પટેલે કહ્યું હતું કે, ખેડૂતો માર્કેટીંગ યાર્ડમાં પોતાની જણસનાં મહત્તમ ભાવ લઇ શકે તે માટે શોર્ટેક્ષ મશીન વસાવવામાં આવશે. આ ઉપરાંત ખેડૂત અકસ્માત મૃત્યુ વિમા સહાયમાં 50 હજારનો વધારો કરી રૂ.દોઢ લાખ જાહેર કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો