મોબાઈલથી દૂર રહી સફળતા મેળવી:ફેબ્રીકેશનનું કામ કરતા પિતાના પુત્રએ 99.97 PR સાથે જિલ્લામાં અવ્વલ સ્થાન મેળવ્યું, IITમાં એડમીશન લેવાની ઈચ્છા

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સફળતા હાંસલ કરનાર વિદ્યાર્થી દેવ - Divya Bhaskar
સફળતા હાંસલ કરનાર વિદ્યાર્થી દેવ

આજે જાહેર થયેલ ધો.10ના પરિણામમાં અનેક બાળકોએ સંઘર્ષ અને સખ્ત મહેનત કરી સફળતા મેળવી હોવાના દાખલા છે. તેવી જ રીતે વેરાવળમાં રહેતો વિદ્યાર્થી દેવ સિધ્ધપુરાએ 99.97 PR મેળવી સફળતા હાંસલ કરી છે. મહત્વની વાત છે કે, સમગ્ર વર્ષ દરમિયાન દેવ સિદ્ધપુરા મોબાઈલથી દૂર રહ્યો હતો.

વિદ્યાર્થી દેવ સાથે વાતચીત કરતા તેણે જણાવેલ કે, તેમના પિતા ફ્રેબરિકેશનનું કામ કરે છે અને માતા ગૃહિણી છે. મૈ શાળાના આચાર્ય ભુપેન્દ્રભાઈ વિઠલાણી સાહેબના માર્ગદર્શન હેઠળ દરરોજ શાળાના સમય ઉપરાંત આઠેક કલાકનું વાંચન-રીવીઝન થકી ધાર્યું પરિણામ મેળવી શક્યો છું. જેમાં માતા – પિતાનો પુરતો સહકાર મળેલો છે. અભ્યાસ પરથી ધ્યાન ભટકાઈ નહીં એટલા માટે મૈ ધો.10 ની શરૂઆતથી પુર્ણ કર્યુ ત્યાં સુધી કયારેય પણ મોબાઇલથી દુર રહી તેનો ઉપયોગ કરેલ ન હતો. મારે IIT માં એડમીશન મેળવી એન્જીનીયર બનવાની ઇચ્છા છે.

શહેર સાથે શાળાનું પણ અવ્વલ પરિણામગીર સોમનાથ જિલ્લા તથા વેરાવળ કેન્દ્રના આવેલા ઝળહળતા પરિણામમાં દર્શન સ્કુલનું પણ 98.36 ટકા પરિણામ આવેલ છે. જે અંગે શાળાના સંચાલક વિઠલાણી સાહેબએ જણાવેલ કે, વિદ્યાર્થી સિધ્ધપુરા દેવ 99.97 P.R. A1 ગ્રેડ સાથે સમગ્ર બોર્ડમાં ત્રીજા તથા શાળામાં પ્રથમ નંબર સાથે જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત જેઠવા પ્રિન્સએ સમાજ વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી 99.93 PR, ધોળકિયા પ્રિયલ 99.92 PR, કુંભાણી યશ 99.87 PR, બારડ જસ્મીન 98.92 PR, ટાંક ધ્રુવ 98.92 PR અને માંડલીયા વત્સલ 98.46 PR સાથે A1 ગ્રેડ તથા 28 વિધાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...