તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોર કળયુગ:તાઉ-તે વાવાઝોડાની સહાયની રકમ બાબતે પુત્રએ ઝઘડો કરી પિતાની હત્યા કરી નાંખી, ઉના પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પુત્રને ઝડપી લીધો

ગીર સોમનાથ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વૃધ્ધના મૃતદેહને હોસ્પીટલએ લઈ જવાઈ રહેલ ત્યારની તસ્વીર - Divya Bhaskar
વૃધ્ધના મૃતદેહને હોસ્પીટલએ લઈ જવાઈ રહેલ ત્યારની તસ્વીર
  • ઉનાના નાંદરખ ગામે વાવાઝોડા સહાયની રકમ બાબતે પથ્‍થરોના ઘા ઝીંકી કળયુગી પુત્રએ પિતાની હત્‍યા કરી

વાવાઝોડાની સહાય રકમ બાબતે ઉના તાલુકાના નાંદરેખ ગામે વયોવૃદ્ધ પિતા સાથે કળયુગી પુત્રએ ઝગડો કરી પથ્‍થરોના ઘા ઝીકી હત્‍યા કરી નાંખ્‍યાની ઘટના સામે આવી છે. આ હત્‍યાની ઘટનાના પગલે નાના એવા નાંદરખ ગામ સહિત ઉના પંથકમાં ચકચાર સાથે કળયુગી પુત્ર પર લોકો ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે. આ મામલે ગુનો નોંધી પોલીસે ગણતરીના કલાકોમાં હત્‍યારા પુત્રની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ હત્‍યાની ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતોનુસાર ઉના તાલુકાના નાંદરખ ગામમાં રહેતા બાબુભાઇ માલાભાઇ સોલંકી (ઉ.વ.72) તેમના નાના પુત્ર મુકેશ સાથે રહેતા હતા. તાજેતરમાં ઉના પંથકમાં આવેલા તાઉતે વાવાઝોડામાં બાબુભાઇના મકાનને નુકસાન થયેલુ હોવાથી સહાય મેળવવા તેઓએ ફોર્મ ભરી જમા કરાવેલું હતુ. જેથી તેમના મકાનને થયેલા નુકસાની અંગે સરકાર તરફથી તેઓના બેંક એકાઉન્‍ટમાં સહાયની રકમ જમા કરાવી હતી. જેથી શનિવારે મુકેશ તેના પીતા બાબુભાઇ સાથે નજીકના સામતેર ગામમાં આવેલી એસબીઆઇ બેંકમાં પોતાના ખાતમાં સહાયની રકમ જમા થઇ છે કેમ ? તે તપાસ કરવા ગયા હતા. ત્‍યારે તેમના ખાતામાં રકમ જમા થઇ ન હોવાનું બેંકમાંથી જણાવી ફરી વખત સોમવારે આવવા કહેલું હતુ. ત્‍યારપછી ઘરે આવી ગયા બાદ રાત્રીના નુકસાનીના વળતરની રકમ બાબતે બંને વચ્‍ચે બોલાચાલી સાથે ઝઘડો થયો હતો. જેમાં આવેશમાં આવીને મુકેશે પિતા બાબુભાઇના માથાના ભાગે પથ્‍થરના ઘા મારી દઇ ગંભીર ઇજા પહોચાડી ઘર બંઘ કરી નાસી ગયો હતો.

દરમિયાન સવારે બાબુભાઇના સંબંઘીઓએ તેમના કોડીનાર ખાતે રહેતા મોટાપુત્રને રાત્રીના ઝગડા બાબતે જાણ કરી હતી. જેથી તે તુરંત નાંદરખ દોડી આવેલા ત્‍યારે ઘરના દરવાજો બંઘ હતો. જે ખોલી અંદર જતા બાબુભાઇ ખાટલા પર લોહી લુહાણ હાલતમાં પડેલ હોવાથી તુરંત ઉના સરકારી હોસ્‍પીટલએ લઇ જવાયેલ જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરેલા હતા. આ હત્‍યા મામલે મૃતકના મોટા પુત્ર જશુભાઇ સોલંકીએ તેમના નાનાભાઇ મુકેશ સાથે પીતાની હત્‍યા કર્યા અંગે ફરીયાદ નોંઘાવી હતી. જેના પગલે પોલીસે હત્‍યારા કળયુગી પુત્ર મુકશની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી પુત્ર કંઈ કામ ધંધો હોતો કરતો

મૃતક બાબુભાઇ સોલંકી તેના અપરણીત પુત્ર મુકેશ સાથે ઉનાના નાંદરખ ગામે રહેતા હતા. જ્યારે તેમનો મોટો પુત્ર જશુ ડ્રાઇવીંગનો ધંધો કરતો હોવાથી કોડીનાર ગામે તેમની માતા, પત્‍ની અને બાળકો સાથે રહેતો હતો. જ્યારે હત્‍યારો કળયુગી પુત્ર મુકેશ કોઇજાતનો કામ ઘંઘો કરતો ન હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...