ક્રાઇમ:વંથલીમાં છૂટાછેડાના મનદુ:ખમાં જમાઇએ સસરાની હત્યા કરી નાખી

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 5 દી’ પહેલાં સાળાને ગાળો દીધા બાદ મામલો બિચક્યો હતો

વંથલીમાં પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ તેના મનદુ:ખમાં જમાઇએ સાળાને ગાળો દીધા બાદ તેના સસરાને માથામાં ગેડીથી માર મારતાં સારવાર માટે જૂનાગઢ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થતાં મામલો હત્યામાં પલટાયો હતો. વંથલીમાં રહેતા નકીબ ઉર્ફે નાનુડી નૌમાનભાઇ સોઢાના લગ્ન સરીફા યુસુફભાઇ જેઠવા સાથે થયા હતા. પણ બંને વચ્ચે વારંવાર અણબનાવ બનતો હોઇ બંનેના છૂટાછેડા થયા હતા.

આ વાતના મનદુ:ખમાં નકીબે તેના સાળાને ગત તા. 27 ઓક્ટો.ના રોજ ગાળો દીધી હતી. આથી તેણે ઘેર જઇને પરીવારજનોને વાત કરતાં યુસુફભાઇ અને બીજા લોકો નકીબને સમજાવવા ગયા હતા. ત્યારે તેણે બોલાચાલી કરી ચાલ્યો ગયો હતો. બાદમાં ફરીથી ગેડી લઇને આવ્યો હતો. અને યુસુફભાઇ પર તૂટી પડ્યો હતો. આથી તેઓને ગંભીર ઈજા થતાં મોત થયું હતું. પોલીસે ખૂનનો ગુનો તપાસ હાથ ધરી છે.