જૂનાગઢમાં પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે આવેલા સસરાની જમાઈએ હત્યા નિપજાવી હોવાનો મામલો સામે આવ્યો છે. હત્યારો જમાઈ ગુનાને અંજામ આપી ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
જૂનાગઢમાં હાઉસિંગ સોસાયટીમાં રહેતા અનિલ જેન્તીભાઈ જાદવ ઉ.50ની દીકરી નિશાએ 4 વર્ષ પહેલા કડીયાવાડમાં રહેતા સુધીર સોલંકી સાથે લગ્ન કર્યા હતા, લગ્ન બાદ પતિ દારુ પીવાની ટેવ વાળો અને મારકૂટ કરતો હોવાથી 2 વર્ષ પહેલા છુટા છેડા પણ થઈ ગયેલા પરંતુ ફરી બંને સાથે રહેવા લાગ્યા હતા, તેમ છતાં પતિ સુધીર દારૂ પીવાની ટેવ અને અવાર નવાર પૈસા માટે પત્નીને મારકૂટ કરતો હોવાથી બંને વચ્ચે અવાર નવાર ઝગડો થયો હતો.
પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતાં પત્ની નિશા પોતાના પિયર જતી રહેતી અને ફરી સુધીર સાથે રહેવા લાગતી હતી. છેલ્લા અઠવાડિયાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો અને જેના સમાધાન માટે સસરા સુધીના ઘરે જઈ સુધીર સાથે વાતચીત કરવા ગયા હતા. પતિના ત્રાસથી કંટાળી પત્ની નિશા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ફરિયાદ કરવા પહોંચી હતી. તે અરશામાં જ ફરિયાદી નિશાબેન ના પિતા અનિલભાઈ સાથે ઉગ્ર બોલાચાલી થતા સુધીરે મૂંઢમાર મારી તેમજ પગમાં પથ્થર ઝીકી દેતા તેમનો પગ ભાગી ગયો હતો, જેને લઈને અનિલભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોકટરે અનિલભાઈને મૃતક જાહેર કર્યા હતા જેને લઈને પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે આરોપી સુધીરની શોધખોળ હાથ ધરી છે અને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.