વિવાદનો અંત:સોમનાથની ત્ર‍િવેણી સંગમ નદીમાં ફકત અસ્‍થ‍િ અને પિંડ વિર્સજન કરવાની તંત્રએ છૂટ આપતા તીર્થ પુરોહિતોનું આદોલન પૂર્ણ થયું

વેરાવળ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપવાસી પુરોહિતોને નાળીયેર પીવડાવી પારણા કરાવેલ - Divya Bhaskar
ઉપવાસી પુરોહિતોને નાળીયેર પીવડાવી પારણા કરાવેલ
  • સોમનાથ ટ્રસ્‍ટ અને તીર્થ પુરોહિતોના પ્રતિનિઘિ સાથે બેઠક કરી કલેકટર વિવાદનો સર્વસંમતિથી સકારાત્‍મક ઉકેલ લાવ્‍યા
  • પૂજા સામગ્રી, માટીના વાસણો, રાંધેલો કે કાચી ખાદ્યસામગ્રી સહિતનો કચરો નાખવા પર પ્રતિબંધ યથાવત રહેશે

સોમનાથ સાંનિઘ્‍યે ત્ર‍િવેણી સંગમ ઘાટએ જાહેરનામા થકી ફરમાવેલા પ્રતિબંઘ મામલે ઉભા થયેલ વિવાદનો આજે ત્રીજા દિવસે સકારાત્‍મક ઉકેલ આવતા પ્રતિક ઉપવાસ પર બેસેલા તીર્થ પુરોહિતોને આગેવાનોએ પારણા કરાવી આદોલન સમાપ્‍ત કરાવ્‍યુ હતુ. આ વિવાદનો ઉકેલ લાવવા મામલે આજે જીલ્‍લા કલેકટરની અઘ્‍યક્ષતામાં મળેલ બેઠકમાં જુનુ જાહેરનામુ રદ કરી નવું જાહેરનામુ પ્રસિઘ્‍ઘ કરી હવેથી ત્ર‍િવેણી સંગમ નદીમાં માત્ર અને માત્ર અસ્‍થ‍િ અને પીડનું વિસર્જન કરી શકાશે જયારે અન્‍ય પૂજા સામગ્રી-કે પુષ્‍પો સહિતની વસ્‍તુઓ કે ખાઘ પદાર્થો નહીં પઘરાવી શકાય તેવો નિર્ણય સર્વસંમિતિથી લેવાયો છે.

સોમનાથ સાંનિઘ્‍યે હિરણ, કપીલા અને સરસ્‍વતી ત્રણ નદીઓના સંગમ એવા ત્ર‍િવેણી સંગમ ઘાટ નદીમાં અસ્‍થ‍િ વિર્સજન અને પિંડદાન સહિત પૂજાસામગ્રી પઘરાવવા પર પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામુ પ્રસિઘ્‍ઘ કરાયુ હતુ. જેની બે દિવસ પૂર્વે સોમનાથ ટ્રસ્‍ટની સીકયુરીટીએ અમલવારી કરાવતા સ્‍થાનીક તીર્થ પુરોહિતો સાથે ઉગ્ર બોલાચાલી સાથે વિવાદ થયો હતો. જાહેરનામાના પ્રતિબંઘના વિરોઘમાં તીર્થ પુરોહિતો પરીવારજનો સાથે ગઇકાલ સવારથી ત્ર‍િવેણી ઘાટ પર ઉપવાસ બેસી ગયા હતા. જેના પગલે તંત્ર હરકતમાં આવ્‍યુ હોય તેમ ઉકેલ લાવવા મંથન કરી રહયુ હતુ. જેના ભાગરૂપે આજે બપોરે જીલ્‍લા કલેકટર આર.જી.ગોહિલએ સોમનાથ ટ્રસ્‍ટના વિજયસિંહ ચાવડા અને સોમપુરો તીર્થ પુરોહિતો વતી મિલનભાઇ જોષી, દુષ્‍યંતભાઇ ભટ સહિતનાઓ સાથે બેઠક કરી હતી.

ઉપવાસી પુરોહિતોને પારણા કરાવ્‍યા

જેમાં જાહેરનામા મુજબ ફરમાવયેલ પ્રતિબંઘ અને ત્ર‍િવેણી નદી વઘુ પ્રદૂષિત ન બને સાથે લોકો-તીર્થ પુરોહિતોની આસ્‍થા જળવાઇ રહે તે બાબતે લાંબી ચર્ચાઓ થઇ હતી. જેના અંતે જુનુ રદ કરી નવું સુઘારા સાથેનું જાહેરનામુ પ્રસિઘ્‍ઘ કરવા સર્વસંમતિ થઇ હતી. જેના પગલે ત્ર‍િવેણી સંગમ ઘાટ પર પ્રતિક ઉપવાસ પર બેસેલા તીર્થ પુરોહિતોને ભાજપના પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, ભાજપ પ્રમુખ માનસીંહ પરમાર, પાલીકા પ્રમુખ પીયુષ ફોંફડી સહિતનાએ નાળીયેર પાણી પીવડાવી પારણા કરાવ્‍યા હતા.

પુરોહિતોએ ત્ર‍િવેણી નદીની પૂજા કરેલ
પુરોહિતોએ ત્ર‍િવેણી નદીની પૂજા કરેલ

આ ફોર્મ્યુલાથી સર્વસંમતિ સધાય

આ અંગે જીલ્‍લા કલેકટર આર.જી.ગોહિલએ જણાવેલ કે, ત્ર‍િવેણી સંગમ પર લગાવાયેલ પ્રતિબંઘ બાબતે ઉભા થયેલ વિવાદનો સર્વમાન્‍ય રીતે સકારાત્‍મક ઉકેલ લાવવામાં આવેલ છે. જે મુજબ ત્રિવેણી સંગમ ઘાટની નદીમાં પુજા સામગ્રી જેવી કે ચૂંદડી, કાપડ, નાળીયેર, ફૂલો, માટીના વાસણો સહિતની વસ્તુઓ પધરાવવા તથા પ્લાસ્ટીકની કોથળીઓ-સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તથા અન્ય કોઈપણ પ્રકારનો કચરો નાંખવા પર પ્રતિબંધ રહેશે. જયારે ત્રિવેણી નદીમાં માત્ર ને માત્ર અસ્‍થ‍િ અને પીડ વિસર્જન કરી શકાશે. આ નિર્ણય બાબતે તીર્થ પુરોહિતોએ સહમતિની ખાત્રી આપી છે.