મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટને વિસ્મયકારક પ્રકૃતિદત તરીકેનો તથા ટ્રસ્ટી જે.ડી.પરમારને પ્રેરણાદાયી વ્યકિતત્વ માટેનો એવોર્ડ અમેરીકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનાઇઝેશનના પદાઘિકારીઓએ સોમનાથ આવી ટ્રસ્ટના પદાઘિકારીઓને એનાયત કર્યો છે.
અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવા લોકો અને સંસ્થાને પ્રોત્સાહન આપે છે. જેમણે સામાજીક, શૈક્ષણીક તથા પરોપકારી કાર્યો કર્યા હોય અથવા પોતાના ક્ષેત્રમાં ગણના પાત્ર શ્રેષ્ઠ કામગીરી કરી હોય છે. દેશ અને દુનિયાની પ્રગતિમાં ફાળો આપ્યો હોય છે. તેવી સંસ્થા અને લોકોને અમેરિકન સંસ્થાન તેમના કામની કદર કરતા પ્રમાણપત્ર એનાયત કરી આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ આપે છે.
આ સંસ્થા દ્રારા સોમનાથ મંદિર ટ્રસ્ટને તથા ટ્રસ્ટી જે.ડી.પરમારને એક - એક એવોર્ડ એનાયત કરવા અમેરિકન સંસ્થાના પ્રતિનિઘિઓ આજે શિવરાત્રીના દિને સોમનાથ આવ્યા હતા. સોમનાથના ઓડીટોરીયમ ખાતે યોજાયેલ સમારોહમાં સંસ્થાના વડોદરાથી દિનેશભાઇ બારોટ, અમેરીકા ન્યુજર્સીથી મિહિર બ્રહ્મભટ, રાજકોટથી ભરતસિંહ પરમારે સોમનાથ ટ્રસ્ટનો એવોર્ડ સેક્રેટરી પી.કે.લહેરીને તથા ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારને એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરેલ હતુ.
આ બે એવોર્ડમાં સોમનાથ ટ્રસ્ટને વિસ્મયકારક પ્રકૃતિદત સુઝ માટે કરાયેલ હતો. જેમાં ભારત દેશની ચડતીના માનદંડ સમાન ભગવાન સોમનાથના પુરાણ પ્રસિઘ્ઘ પરંતુ જીર્ણ મંદિરના પુનરોઘ્ઘાર માટે સંકલ્પબઘ્ઘ ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલને અનુસરીને કનૈયાલાલ મુન્શી, દિગ્વિજયસિંહજી જામ સાહેબ, મોરારજી દેસાઇ, કેશુભાઇ પટેલ સહિતના મહાનુભાવોએ માનદ સેવા આપી સોમનાથ મંદિરના પુન:નિર્માણ સહિતના વિકાસ કામો જેવા મહાન કાર્યો કર્યા છે. જે તમામ કાર્યો ઘાર્મિક સ્થાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. તે ગણનાપાત્ર વિકાસને ઘ્યાનમાં લઇને સોમનાથ મંદિર ટ્રસ્ટને એવોર્ડ એનાયત કરેલ છે.
જયારે મંદિરના ટ્રસ્ટી જે.ડી.પરમાર કે જેઓ સને.1975 થી માનદ સેવા આપી રહયા છે. જેઓએ પોતાનું જીવન સોમનાથ મહાદેવની સેવામાં સમર્પીત કરેલ છે. તેઓની આવી નિસ્વાર્થ સેવા અને સમર્પણને ઘ્યાને લઇ તેઓને પ્રેરણાદાયી વ્યકિતત્વ તરીકેનો એવોર્ડ એનાયત કરાયેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.