તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તજનો ઉમટી પડ્યા:સોમનાથ, સાસણ, દીવમાં માનવ મહેરામણ ઉમટ્યું, ગેસ્ટહાઉસ અને પાર્કિંગ હાઉસ ફૂલ

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમનાથ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ 2000 જેટલી ગાડીઓનુ પાર્કિંગ પણ ટુંકું પડ્યું હતું, તો સોમનાથ ટ્રસ્ટ હસ્તકના લીલાવતી ભવન, અતિથિ ગૃહ, મહેશ્વરી અતિથિ ગૃહ તેમજ સાગર દર્શન હાઉસફુલ થઇ ગયા હતાં. - Divya Bhaskar
સોમનાથ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ 2000 જેટલી ગાડીઓનુ પાર્કિંગ પણ ટુંકું પડ્યું હતું, તો સોમનાથ ટ્રસ્ટ હસ્તકના લીલાવતી ભવન, અતિથિ ગૃહ, મહેશ્વરી અતિથિ ગૃહ તેમજ સાગર દર્શન હાઉસફુલ થઇ ગયા હતાં.
  • સોમનાથ ટ્રસ્ટની પાર્કિંગની જગ્યા ટુંકી પડી, અતિથી ગૃહ ફૂલ

સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અને પાર્કિંગમાં ગાડીઓ મુકવાની જગ્યા પણ ઓછી પડી હતી. દીવનાં દરિયા કિનારે પણ લોકો ઉમટી પડ્યાં હતાં.

બાર જયોતિર્લિંગમાંનું પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શનિ -રવિની રજા અને જન્માષ્ટમી તહેવાર હોય ત્યારે સોમનાથ મહાદેવનાં દર્શન કરવા દેશભરના લોકો સોમનાથ ઉમટી પડ્યા છે. સોમનાથ ખાતે વહેલી સવારથી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

વહેલી સવારે 4 વાગ્યે શિવના દ્વાર શિવ ભક્તો માટે ખુલ્લા ત્યાં સુધીમાં તો હજારોની સંખ્યામાં શિવ ભક્તો કતારમાં ઉભા જોવા મળ્યા હતા. જોકે સોમનાથ મંદિરમાં ઓનલાઈન અથવા ઓફલાઇન પાસ લીધા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. સાથે જ પ્રવેશ માટે માસ્ક પહેરવું પણ ફરજિયાત રખાયું છે.

અન્ય સમાચારો પણ છે...