તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા શરૂ થતા આશા:લાંબા સમય બાદ સોમનાથ-ઓખા ડેઇલી સ્પેશિયલ ટ્રેન શરૂ થતા બે પ્રમુખ તીર્થસ્‍થાનોના ઠપ્‍પ અર્થતંત્રને વેગ મળવાની આશા જાગી

વેરાવળ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસન ઉદ્યોગમાં પ્રાણ ફુંકાવાનો પર્યટન ઉઘોગ સાથે જોડાયેલા લોકોને આશાવાદ

હરિ અને હરની ભુમિને જોડતી સોમનાથ-ઓખા દૈનિક સ્પેશીયલ ટ્રેન તા.12 મી જુલાઈથી દૈનિક દોડાવવાની જાહેર રેલ વિભાગે કરી છે. જેના પગલે કોરોનાના લીઘે સવા વર્ષથી ઠપ્‍પ જેવી સ્‍થ‍િતિમાં રહેલા બંન્‍ને તીર્થસ્‍થાનોના સ્‍થાનીક નાના-મોટા રોજગાર-ઘંઘાને વેગ મળશે તેવી સ્‍થાનીક પર્યટન ઉઘોગ સાથે જોડાયેલા લોકોમાં આશા જાગી છે.

યાત્રિકોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સોમનાથ-ઓખા દૈનિક સ્‍પેશીયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ સોમનાથ-ઓખા દૈનિક સ્પેશીયલ તા.12 મી જુલાઈથી આગળની સૂચના સુધી દૈનિક દોડશે. આ ટ્રેન સોમનાથથી દરરોજ રાત્રીના 10:50 વાગ્‍યે ઉપડશે અને બીજા દિવસે સવારે 8:15 વાગ્‍યે ઓખા પહોંચશે. તેવી જ રીતે ઓખા - સોમનાથ સ્પેશીયલ ડેઇલી ટ્રેન તા.12 જુલાઈથી ઓખાથી દરરોજ રાત્રીના 10:15 વાગ્‍યે ઉપડશે અને બીજા દિવસે સવારે 5:25 ક્લાકે સોમનાથ પહોંચશે.

આ ટ્રેનમાં સેન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેન્ડ બેઠક માટેના આરક્ષિત કોચ રહેશે. આ ટ્રેન વેરાવળ, માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસ૨, વીરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા, ભાટીયા, દ્વારકા અને મીઠાપુર સ્ટેશનો પર બંન્‍ને દિશામાં ઉભી રહેશે. બંને ટ્રેનો માટે 10મી જુલાઈથી બુકીંગ શરૂ થશે.

યાત્રાઘામ સોમનાથની ડ્રોન તસ્‍વીર
યાત્રાઘામ સોમનાથની ડ્રોન તસ્‍વીર

સૌરાષ્ટ્રના બે પ્રમુખ તીર્થસ્‍થાનો યાત્રાધામ સોમનાથ અને દ્વારકાને જોડતી રેલ સેવા પૂર્વવત કરતો નિર્ણય પશ્ચિમ રેલવેએ કરેલ છે. જેથી કોરોના કાળમાં આશરે સવા વર્ષથી મંદીની ઝપેટમાં સપડાયેલા યાત્રાધામ સોમનાથ અને દ્વારકાના અર્થતંત્રને વેગ મળે તેવું આશાનું કિરણ સ્‍થાનીક પર્યટન ઉઘોગ સાથે જોડયેલા લોકોમાં જાગ્‍યુ છે. રેલવે વિભાગની જાહેરાતથી પ્રવાસન ક્ષેત્રોના હોટેલીયરથી લઇ નાના-મોટા તમામ ધંધાર્થીઓમાં ખુશીની લહેર વ્યાપી છે. કારણ કે, બંન્‍ને તીર્થઘામોને જોડતી ટ્રેન શરૂ થવાથી યાત્રીકોનો પ્રવાહ વઘાવાથી સ્‍થાનીક વેપાર-ઘંઘા ફરી ઘમઘમતા થશે તેવી આશા વેપારીઓમાં જાણી છે. આ ટ્રેન શરૂ થવાની જાહેરાતને જ પ્રવાસીઓ પણ આવકારી રહયા છે. જ્યારે બંન્ને તીર્થક્ષેત્રમાં દર્શન કરવાનું આ ટ્રેન થકી પ્રવાસીઓને વધુ સાનુકૂળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...